1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં BLO સહાયક મહિલા કર્મચારીનું કામગીરી દરમિયાન થયુ મોત, હાર્ટ એટેકની આશંકા

કામના ભારણને લીધે છેલ્લા 4 દિવસમાં ચાર કર્મચારીના મોત, વડોદરાની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક કામગીરી કરી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ, નિર્ધારિત સમયમાં SIRની કામગીરી કરવાની હોવાથી BLOની માનસિક હાલત કથળી વડોદરાઃ ગુજરાતભરમાં હાલ મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR) ની કામગીરી ચાલી રહી છે. જેમાં મોટાભાગની કામગીરી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે. શિક્ષકોએ બાળકોને […]

વડોદરાના અટલાદરા વિસ્તારમાં મ્યુનિનું મેગા ઓપરેશન, 45 દૂકાનો અને 11 ઝૂંપડા તોડી પડાયા

દબાણો હટાવ કામગીરીમાં પોલીસ, એસઆરપીનો સઘન બંદોબસ્ત ગોઠવાયો, દબાણો હટાવીને અટલાદરા મેઈન રોડ ખૂલ્લો થયો, દબાણ હટાવની કામગીરી નિહાળવા લોકોના ટોળાં ઉમટી પડ્યાં વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ ફરીવાર હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા કાચા પાકા દબાણો, ગેરકાયદે ઢોરવાડા સહિત ગેરકાયદે ખડકાયેલા લારી, ગલ્લા, પથારા, શેડ જેવા દબાણો હટાવવાની કાર્યવાહી […]

વડોદરામાં એસટી સમાંતર પ્રવાસીઓની હેરાફેરી કરતા વાહનો સામે ઝૂંબેશ, 53 વાહનો જપ્ત

RTO, પોલીસ અને નિગમના અધિકારીઓ દ્વારા ઝૂંબશ, વાહન માલિકો પાસેથી કુલ રૂપિયા 1,87,000 નો દંડ વસૂલયો, એસટી બસ ઉપડવાના સમય પહેલા જ ખાનગી વાહનોમાં પ્રવાસીઓને સ્ટેન્ડ પરથી લઈ જવાતા હતા વડોદરાઃ શહેરમાં એસટીના મુખ્ય બસ સ્ટેશન તેમજ શહેર બહારના સ્ટેન્ડ પરથી ખાનગી વાહનોમાં પ્રવાસીઓની હેરાફેરી કરવામાં આવતી હતી. એસ બસ ઉપડવાના સમયે જે રૂટની બસ […]

વડોદરામાં પોલીસ હોવાનું કહી વેપારી અને યુવતીનું અપહરણ કરીને 4.5 લાખની ખંડણી વસુલી

ભરૂચનો કાપડનો વેપારી મહિલા મિત્ર સાથે વડોદરા આવ્યો હતો, પોલીસ વિભાગના બે કર્મચારી સંડોવાયેલા હોવાની શક્યતા, અમદાવાદના SOGમાં હોવાની ઓળખ આપી હતી વડોદરાઃ ભરૂચના કાપડના વેપારી તેના મહિલા મિત્રને લઈને એમ એસ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવા માટે કારમાં વડાદરા આવ્યા હતા. અને કામ પૂર્ણ કરીને ઈનોવા કારમાં પરત ફરતા હતા  ત્યારે સ્કોર્પિયા કાર લઈને આવેલા બે […]

વડોદરામાં મ્યુનિની ગાર્બેજ વાનના ચાલકે નશામાં ઘૂત બની બે લોકોને અડફેટે લીધા

લોકોએ નશાબાજ ટેમ્પાચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો, પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટેમ્પાચાલકની અટકાયત કરી, કચરો વહન કરતા ટેમ્પા પર વીએમસી ઓન ડ્યુટી લખ્યું હતું. વડોદરાઃ શહેરમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના હરણી રીંગ રોડ પર મ્યુનિના ગાર્બેજ વાહને (ટેમ્પાએ) વધુ એક અકસ્માત સર્જ્યો હતો. શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર મોડી રાત્રે વડોદરા […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ટ્રક પાછળ એસટી બસ ઘૂંસી ગઈ

ટ્રક સાથે એસટી બસ અથડાતા 19 પ્રવાસીઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા, એસટી બસ વાપીથી ચાણસ્મા જઈ રહી હતી, એસટી બસમાં વાપીથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 3 વિદ્યાર્થીઓ પણ ઘવાયા વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. વહેલી સવારે વાપીથી ચાણસ્મા જઈ રહેલી […]

વડોદરામાં વીજળીના ધાંધિયાથી પરેશાન ચાર શખસોએ MGVCLના સ્ટાફ પર હુમલો કર્યો

ઉશ્કેરાયેલા શખસોએ MGVCL ઓફિસના કાચ અને દરવાજા તોડ્યા, વારંવાર વીજળી પુરવઠો કેમ ખોરવાય છે કહીને 4 શખસોએ ઝઘડો કર્યો, પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ  શહેરના ખોડિયારનગર સબ-ડિવિઝન હેઠળના વિસ્તારમાં વીજળી કેબલ રિપેરિંગ કરતા MGVCLના કર્મચારીઓ પર ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ઓફિસના કાચ અને દરવાજા તોડી નાખવામાં […]

પત્નીએ પોતાની માસુમ બાળકીને માર મારતા ઉશ્કેરાયેલા પતિએ ગળુ દબાવી પત્નીની હત્યા કરી

વડોદરાના તાંદલજા વિસ્તારમાં મોડી રાતે બન્યો બનાવ, બાળકીને માર્યા બાદ પત્નીએ પૈસા કમાવવાની તારી ઓકાત નથી કહેતા પતિ ઉશ્કેરાયો, પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરના તાંદલજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે છ મહિનાની બાળકીને માર મારવા બાબતે થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે પતિની ધરપકડ […]

વડોદરામાં કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી 15 કરોડની ખંડણી માગનારા બે શખસો પકડાયા

બે આરોપીઓએ પ્રદૂષણના આરોપ લગાવી કંપની બંધ કરાવવાની ધમકી આપી હતી, ખાનગી હોટેલમાં મિટિંગના બહાને છટકું ગોઠવી આરોપીઓને રંગેહાથ ઝડપી લેવાયા, કારમાં લાલ-ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે પહોંચતા શંકા ગાઢ બની હતી, વડોદરાઃ ટૂંડાવમાં આવેલી એક કંપનીના ડાયરેક્ટર સાજી જોશને એનજીટી (National Green Tribunal)ના અધિકારીની ઓળખ આપીને તમારી કંપની પોલ્યુશન ફેલાવે છે, કંપની બંધ કરાવી […]

વડોદરામાં ઈન્વેસ્ટરને શેર માર્કેટની લિંક મોકલીને ઠગ ટોળકીએ 1.81 કરોડનો ચુનો લગાવ્યો

ફેસબુક પર શેર માર્કેટિંગની એક લિંક જાહેરાત જોઈને ખાનગી કંપનીના મેનેજર આકર્ષાયા, વોટ્સએપ ગૃપમાં એડ કરીને શોર્ટ ટાઈમ પ્રોફિટને લગતી સ્કીમ બતાવી, વીઆઈપી પ્લાનના નામે અને આઇપીઓ ગ્રુપના નામે મોટુ રોકાણ કરાવીને ફ્રોડ કર્યો  વડોદરાઃ રાતોરાત રૂપિયા કમાવવાની લાલચમાં ભણેલા ગણેલા લોકો જ સાયબર ક્રાઈમનો ભોગ બનતા હોય છે. રોકાણના નામે ઓનલાઇન ઠગાઈના સંખ્યાબંધ બનાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code