1. Home
  2. Tag "vadodara"

વડોદરા નજીક હાઈડ્રો ક્રેઈનની અડફેટે યુવાનનું મોત, ઉશ્કેરાયેલા ટોળાંએ 3 વાહનો સળગાવી દીધા

વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અનગઢ-દરજીપુરા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. રાતના સમયે મસાણી માતાજીના મંદિરે પગપાળા દર્શને જતાં 25 વર્ષિય યુવાનને એક હાઈડ્રો ક્રેનએ અડફેટે લેતા યુવાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા હતા. અને રોષે ભરાયેલા ટોળાંએ ત્રણ જેટલાં […]

વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે પખવાડિયા પહેલા બનાવાયેલા રોડને ખોદી નંખાતા વિરોધ

વડોદરાઃ નાગરિકોના ટેક્સના પૈસે કરોડોના ખર્ચે નવા રોડ બનાવવામાં આવતા હોય છે. પણ રોડ નીચે ડ્રેનેજ, પાણીની પાઈપલાઈનો તેમજ ઈલેક્ટ્રિક સહિત અન્ય કેબલો હોવાથી એના મરામત માટે રોડને ખોદવામાં આવતો હોય છે. અને એનું યોગ્ય પુરાણ પણ કરવામાં આવતું નથી. આ સમસ્યા તમામ શહેરોમાં જોવા મળતી હોય છે. વડોદરામાં સાડા પાંચ કરોડના ખર્ચે બનાવેલો રોડ પંદર […]

વડોદરામાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 300 સ્કુલવેન સામે કાર્યવાહી, RTOનો મેમો અપાયો

વડોદરાઃ શહેરમાં બાળકોને શાળાએ લઈ જતાં અને લાવતા સ્કુલ વેન અને રિક્ષાઓ ટ્રાફિકની નિયમોનું પાલન કરતા ન હોય તેમજ સ્કુલવેન અને રિક્ષાઓમાં નિયમ કરતા વધુ બાળકોને બેસાડાતા હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડ્રાઈવ યોજીને 300 જેટલા સ્કુલ વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. આ તમામ વાહનચાલકોને આરટીઓનો મેમો આપવામાં આવ્યો છે […]

વડોદરા હોડી દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હજુ અપાયો નથી, જિલ્લા કલેકટરે વધુ 4 દિવસ માગ્યા

વડોદરાઃ રાજ્યમાં કોઈપણ મોટી દુર્ઘટના બને ત્યારે લોકોનો રોષ ઠંડો પાડવા માટે તપાસ કમિટી નિમી દેવામાં આવતી હોય છે. અને સમય જતાં લોકો પણ તપાસ કમિટી કે તેના અહેવાલને ભૂલી જતા હોય છે. તાજેતરમાં વડોદરામાં હરણી લેકમાં બોટ દૂર્ઘટનામાં શાળાના 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14નાં મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં મુખ્યમંત્રી […]

વડોદરામાં સ્કુલવર્ધીના વાહનો સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 33 વાહનોને ડીટેઈન કરાયા

વડોદરાઃ શહેરમાં સ્કુલવર્ધીના વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી તેમજ સ્કુલવાનમાં નિયત સંખ્યા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં નિયત સંખ્યા કરતા સ્કુલવાન અને રિક્ષાઓમાં વધુ બાળકો બેસાડ્યા હોય એવા 33 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસની ડ્રાઈવથી સ્કૂલવાન ચાલકોમાં ફફડાટ વ્યાપી […]

બુલેટ ટ્રેનની કામગીરીને લીધે વડોદરામાં ST ડેપોથી પંડ્યા બ્રિજ તરફનો રસ્તો આજથી બે દિવસ બંધ

વડોદરાઃ  અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેમાં વડોદરામાં નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ જતાં પીલર નં-401,402 ઉપર ગડર નાખવાની કામગીરી ચાલી રહી છે. શહેરના એસ.ટી. ડેપોથી નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ તરફનો રસ્તો 27 અને 28 જાન્યુઆરી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે, જેને લઇને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે […]

વડોદરાના હરણી લેક દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને 9 દિવસના રિમાન્ડ

વડોદરાઃ શહેરમાં થોડા દિવસ પહેલા હરણી લેકમાં બોટ ઊંધી વળી જતાં શાળાના 12 બાળકો, 6 શિક્ષિકા સહિત 14ના મોત નિપજ્યા હતા. આ બનાવમાં બોટના કોન્ટ્રાટર એવા મુખ્ય સૂત્રાધાર એવા પરેશ શાહ અને ગોપાલ શાહની પોલીસે ધરપકડ કર્યા બાદ વડાદરાની કોર્ટમાં રજુ કરતા બન્ને આરોપીઓને કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીઓએ કોન્ટ્રાક્ટ મેળવીને પેટા […]

વડોદરાના પાદરામાં રામજીની શોભાયાત્રામાં તોફાનીઓએ કર્યો પથ્થરમારો, તંગદીલી ફેલાઈ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનગરી અયોધ્યા સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે. દરમિયાન ગુજરાતમાં ઠેર-ઠેર દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ સ્થળો ઉપર ભગવાન શ્રી રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યો હતો. દરમિયાન વડોદરાના પાદરા તાલુકામાં રામમય વાતાવરણમાં કાંકરિચાળાની ઘટના બની હતી. સુત્રોના જણાવ્યા […]

વડોદરાના આકોટા વિસ્તારમાં નકલી પોલીસની બનીને સ્પા પર રેડ પાડનારા ત્રણ શખસો પકડાયા

વડોદરાઃ શહેરના આકોટા વિસ્તારમાં આવેલા એક સ્પામાં નકલી પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સોએ રેડ પાડીને તોડ કરવાનો પ્રયાસ કરતા અસલી પોલીસ દોડી આવી હતી. ત્રણેય શખસો પાસે ઓળખપત્રો માગતાં નકલી પોલીસ હોવાનું જણાતા સ્પાના મેનેજરને ધમકી આપનારા ત્રણ ઈસમોની અકોટા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં આવેલા સ્પાના માલિકને ફોન […]

PM નરેન્દ્ર મોદી વડોદરામાં 10મી ફેબ્રુઆરીએ આદિવાસીઓના સંમેલનને સંબોધશે

વડોદરાઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. અને લોકસભાની તમમા 26 બેઠકો ભાજપના કબજામાં છે. આ વખતે ભાજપે તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જિનથી જીતવા માટેનો નિર્ધાર કર્યો છે. ત્યારે આદિવાસીઓ વિસ્તારો પર ભાજપે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code