1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં ભગવાન નરસિંહજીના મંદિરેથી નીકળેલા વરઘોડામાં લોકો જાનૈયા બનીને જોડાયાં

વડોદરાઃ દેવ દિવાળીના દિને શહેરના એમ.જી.રોડ નરસિંહજીની પોળમાં આવેલા નરસિંહજીના મંદિરમાંથી બપોરે નીકળેલા વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયારૂપી શહેરીજનો જોડાયા હતા.  હાથી ઘોડા પાલખી જય નરહરી લાલકી…ના ગગનભેદી જયઘોષ સાથે વાજતે-ગાજતે ભગવાન નરસિંહજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળ્યો હતો. વડોદરામાં સોમવારે દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો વરઘોડોમાં મોટી સંખ્યમાં શહેરીજનો જોડાયા હતા. શહેરના એમ.જી. રોડ ઉપર આવેલી નરસિંહજીની […]

વડોદરામાં મેટ્રો રેલ શરુ કરવાની કવાયત તેજ બની, પ્રોજેક્ટ પાછળ રૂ. 5608 કરોડના ખર્ચનો અંદાજ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેરમાં પ્રથમ ફેઝમાં કેટલાક વિસ્તારમાં હાલ મેટ્રો રેલ દોડી રહી છે અને આગામી દિવસોમાં અમદાવાદથી ગાંધીનગરના બીજા ફેઝની સેવાનો પણ પ્રારંભ થશે, જેથી ગણતરીની મિનિટોમાં જ મેટ્રો મારફતે અમદાવાદથી ગાંધીનગર પહોંચી શકાશે. આ ઉપરાંત સુરતમાં મેટ્રો રેલ દોડાવવાને લઈને કવાયત ચાલી રહી છે. દરમિયાન વડોદરા શહેરમાં પણ મનપા તંત્ર દ્વારા મેટ્રો […]

વડોદરા નજીક ફાજલપુર ગામ પાસે મહી નદીના કિનારે છઠ્ઠની પૂજા માટે 35000થી વધુ લોકો ભાગ લેશે

વડોદરાઃ દેશના તમામ રાજ્યોમાં તહેવારોનું અલગ અલગ મહાત્મ્ય હોય છે. જેમાં ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં છઠ્ઠની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. દેશના ગમે તે રાજ્યોમાં વસવાટ કરતાં ઉત્તર અને પૂર્વના રાજ્યોના લોકો છઠ્ઠની પૂજા માટે પોતાના માદરે વતન જતાં હોય છે. પરંતુ જે લોકો પોતાના વતન જઈ શકે તેમ ન હોય તેવા લોકો દ્વારા સ્થાનિક લેવલે […]

દિવાળીની રજાઓ અને છઠ્ઠની પૂજા માટે ગયેલા પ્રવાસીઓને પરત લાવવા ખાસ ટ્રેનો દોડાવાશે

વડોદરાઃ રાજ્યમાં દિવાળી વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, અને અમદાવાદ સહિત શહેરોમાંથી પરપ્રાંતના શ્રમિકો દિવાળીના વેકેશન તેમજ છઠ્ઠની પૂજા માટે તેમના માદરે વતન ગયા છે. જેમાં ઉત્તર અને પૂર્વના રાજ્યોના ગુજરાતમાં વસવાટ કરનારાં મોટાભાગના હિન્દીભાષી લોકો તેમના વતનમાં ગયા છે. જેમને પરત લાવવા માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્વિમ રેલવે દ્વારા […]

વડોદરામાં પ્રતાપનગર ઓવરબ્રિજ પર પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના મોત

વડોદરાઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વાહનચાલકો પૂરફાટ ઝડપે વાહનો દોડાવતા હોવાથી અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વડાદરામાં  પ્રતાપનગર ઓવરબ્રિજ પર  પૂરફાટ ઝડપે આવેલા બે બાઈક સામસામે ધડાકા સાથે અથડાતા બે યુવાનોના  મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવાનોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં […]

વડોદરામાં ગરબા સ્પર્ધામાં વિજેતા બનેલી બે ટીમો હવે રાજ્યકક્ષાએ ભાગ લેશે

વડોદરાઃ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વડોદરા દ્વારા નવરાત્રી મહોત્સવ અંતર્ગત ગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબામાં બે ટીમ વિજેતા થઈ હતી. વિજેતા બન્ને ટીમો રાજ્યકક્ષાએ ભાગ લેશે. વડોદરા […]

વડોદરામાં PM આવાસ યોજનાના મકાનોના ફોર્મ ભરાયાંને વર્ષ વીતી ગયું છતાંયે હજુ ડ્રો કરાયો નથી

વડોદરાઃ શહેરમાં  ગરીબ મધ્યમ વર્ગને રાહત દરે પ્રધાનમંત્રી આવાસ મળી રહે તે માટે એક વર્ષ પૂર્વે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા પરંતુ હજી સુધી મકાનોનો ડ્રો કરવામાં આવ્યો નથી. જેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મકાનનો ડ્રો થાય તે માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. એક વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા […]

વડોદરામાં નવરાત્રિ મહોત્સવમાં અન્ય ધર્મના લોકોને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર ગરબાનું આયોજન કરવામાં આવી રહી છે, જેને લઈને આયોજકો દ્વારા અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ખાનગી ગરબા મહોત્સવને લઈને વિશેષ સુચનો કર્યાં છે. દરમિયાન વડોદરાના ડભોઈમાં આયોજીત ગરબા મહોત્સવમાં અન્ય ધર્મના લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ […]

નવરાત્રિ મહોત્સવઃ વડોદરાના નવલખી મેદાનમાં ગરબા સ્થળે મીનિ ક્લિનીક ઉભુ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેક આવવાથી યુવાનોના મોત થવાના બનાવોમાં વધારો થયો છે, એટલું જ નહીં તાજેતરમાં ગરબાની પ્રેક્ટીસ કરતા ત્રણ યુવાનોના હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. હ્રદય રોગના હુમલાના બનાવોમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન વડોદરાના નવલખી મેદાનમાં ગરબા સ્થળે મીનિ ક્લિનીક ઉભુ કરવાનું આયોજન કરવામાં […]

વડોદરામાં પોલીસના સ્વાંગમાં આવેલા લૂંટારૂઓએ આગડિયાના 16 લાખ લૂંટી લીધા

વડોદરાઃ શહેરના અલ્કાપુરી વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં આવેલા બે લૂંટારૂ શખસોએ ચેકિંગના બહાને આંગડિયા કર્મચારીને રોકીને રૂપિયા 16 લાખની લૂંટ કરીને પલાયન થઈ જતાં પોલીસે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી હતી. પણ લૂંટારૂ શખસોના કોઈ સગડ મળ્યા નથી. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ધોળે દિવસે પોલીસના સ્વાંગમાં આવેલા લુંટારાઓએ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લીધો હોવાનું બનાવ બનતા પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code