1. Home
  2. Tag "vadodara"

વડોદરાના મંજુરસ ગામે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બે જુથો બાખડી પડતા પથ્થરમારો

વડોદરા: વડોદરા સાવલીના મંજૂસર ગામમાં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથો બાખડી પડતા અને પથ્થરમારો થતાં વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ હતી. આ ઘટનાને પગલે મંજુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. […]

વડોદરાના બીલ ગામે પ્રાથમિક શાળામાં રાત્રે મગરને જોતા ગ્રામજનોએ રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો

વડોદરાઃ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગમે ત્યારે લટાર મારતા મગરો જોવા મળતો હાય છે. મંગવારની રાત્રે શહેર નજીક આવેલા બીલ ગામની પ્રાથમિક શાળાના ઓટલા ઉપર 8 ફૂટનો મહાકાય મગર ધસી આવ્યો હતો. મોડી રાત્રે ગ્રામજનોની નજર સ્કૂલમાં ધસી આવેલા મગર ઉપર પડતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ અંગેની જાણ જીવદયા સંસ્થાને કરવામાં આવતા તુરંત […]

વડોદરાના સમા-સાવલી રોડ નજીક કેનાલમાં નહાવા પડેલા બે કિશોરો ડૂબ્યા, એકનું મોત, એક લાપત્તા

વડોદરાઃ ગુજરાતમાં તળાવો, ડેમ, કેનાલો અને નદીઓમાં ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વડોદરાના સમા-સાવલી રોડ નજીક પસાર થતી કેનાલમાં ન્હાવા પડેલા બે કિશોરો ડૂબી જતા લાપતા થઇ ગયા હતા. લાપતા થઇ ગયેલા બે કિશોરો પૈકી કિશોરનો મૃતદેહ  10 કિલોમીટર દૂર સેવાસી પાસેથી કેનાલમાં મળી આવ્યો હતો. બંને કિશોરોના કપડાં અને સાઇકલ કેનાલ ઉપરથી […]

વડોદરામાં 20 નવા બગીચા બનાવવા અને અન્ય બગીચાઓના નવિનિકરણ માટે 6.42 કરોડ ખર્ચાશે

વડોદરાઃ શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધતો જાય છે. જેમાં નવા વિકસિત થયેલા વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા 20 જેટલા ગાર્ડન બનાવાશે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ જે વિસ્તારોમાં ગાર્ડન આવેલા છે. એમાં પણ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. બગીચાઓમાં બાળકો માટે રમતના સાધનો પણ મુકવામાં આવશે. આમ શહેરના ચાર ઝોનમાં આવેલા 129 જેટલા નાના-મોટા બગીચાઓનું […]

વડોદરા જિલ્લામાં મહિસાગર નદીમાં ખનીજચોરી સામે દરોડો પાડવા ગયેલા અધિકારીઓ પર હુમલો

વડોદરાઃ ગુજરાતમાં ખનીજચોરીનું દૂષણ વધતું જાય છે. ખનીજચોરોને અંકુશમાં લેવા ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે વડોદરા જિલ્લામાં ભાદરવા-પોઈચાના મહિસાગર નદીના પટમાં ખનીજચોરી થતી હોવાની બાતમી મળતા ખનિજ વિભાગના અધિકારીઓની ટીમ દરોડો પાડવા ગઈ હતી. ત્યારે ખનિજ માફિયાઓએ અધિકારીઓની ટામ પર જીવલેણ હુમલો કર્યો હતો. સરકારી જીપના કાચ પણ તોડી નાંખ્યા […]

સ્માર્ટ સિટી એવોર્ડઃ અમદાવાદ, સુરત અને વડોદરાને નવ એવોર્ડ મળ્યાં

27મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરશે સ્માર્ટ સિટીઝ એવોર્ડ સ્પર્ધાના અંતિમ વિજેતાઓના નામ જાહેર અમદાવાદઃ કેન્દ્ર સરકારે જાહેર કરેલા સ્માર્ટ સિટીઝ એવોર્ડ સ્પર્ધામાં ગુજરાતના 3 શહેરોને નવ જેટલા એવોર્ડ જાહેર કર્યાં છે. રાષ્ટ્રીય સ્માર્ટ સિટીમાં સમગ્ર દેશમાં સુરત બીજા ક્રમે, ટકાઉ બિઝનેશ મોડલ શ્રેણીમાં પ્રથમ ક્રમે અમદાવાદ, સ્વચ્છતા ક્રમમાં અમદાવાદ શહેર બીજા ક્રમે આવ્યો […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી નહીં યોજાતા ઉગ્ર આંદોલનની ચીમકી

વડોદરાઃ  શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની માંગ સાથે વિવિધ  વિદ્યાર્થી સંગઠનોએ યુનિવર્સિટીની મુખ્ય વહિવટી કચેરી સામે  દેખાવો કર્યાં હતા અને કૂલપતિને આવેદનપત્ર આપવાની માગ સાથે  વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા હતા. અને તાત્કાલિક વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની માંગણી કરી હતી અને આ અંગે જલ્દી જ નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની […]

ગુજરાતમાં ગણતરીના કલાકોમાં રાજકોટ અને વડોદરામાં હાર્ટ એટેકથી બે વ્યકિતના મૃત્યુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનોમાં હાર્ટએટેકના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં ગણતરીના કલાકોમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત થયા હતા. રાજકોટમાં મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું હ્રદયરોગના હુમલામાં મૃત્યું થયું હતું. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી […]

વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ, એક શ્રમિકનું મોત

છ શ્રમજીવીઓ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ ગર્ડર મુકતી વખતે સર્જાઈ આ દૂર્ઘટના મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા અમદાવાદઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે, વડોદરાના કરજણ તાલુકામાં હાલ શ્રમિકો બુલેટ ટ્રેનની કામગીરી કરી રહ્યાં છે દરમિયાન ક્રેન તુટી પડવાની દૂર્ઘટના સર્જાઈ […]

વડોદરામાં આર્થિક સંકડામણને કારણે પરિવારનો સામુહિક આપઘાત

અમદાવાદઃ મધ્ય ગુજરાતના વડોદરામાં એક પરિવારના સામુહિક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના રાવપુરા વિસ્તારના એક પરિવારના સભ્યોએ અંતિમ પગલુ ભર્યું હતું. જેમાં માતા-પુત્રનું મોત થયું હતું. જ્યારે પિતાની હાલ સારવાર ચાલી રહી છે. પરિવારના મોભીએ ગળાના ભાગે રેઝર માર્યું હતું. જ્યારે તેમની પત્નીએ ઝેરી દવા ગટગટાવી તથા પુત્રએ ગળોફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code