જુનાગઢના વંથલી નજીક હાઈવે પર ત્રિપલ અકસ્માત, શાળા પ્રવાસની બસના 12 વિદ્યાર્થિનીને ઈજા
જૂનાગઢઃ રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત જુનાગઢના વંથલી નજીક બે બસ અને કાર વચ્ચે સર્જાયો હતો. સ્કૂલની વિદ્યાર્થિનીઓને લઈ પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં સ્કૂલ-બસમાં સવાર 12 વિદ્યાર્થિનીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં રાહદારીઓએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને અકસ્માતનો ભોગ બનેલી […]