ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા કોલેજની ભેટ: હિંમતનગરમાં 80 સીટ પર પ્રવેશ અપાશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધાઓ વધારવાના પ્રયાસોના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા હિંમતનગરમાં નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજમાં વર્ષ 2025-26થી 80 સીટ પર પ્રવેશની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થશે. ગુજરાતમાં પાંચમી વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત શરૂ થનારી આ કોલેજ ગુજરાતની પાંચમી વેટરનરી […]