1. Home
  2. Tag "viral news"

વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

વરસાદ પડતા જ વીજળી પુરવઠો ખોરવાય ગયો વહેલી સવારે વરસાદને લીધે દૂધનું વિતરણ પણ ન કરી શકાયું ખંડેરાવ માર્કેટમાં પણ શાકભાજીની ગાડીઓ પહોંચી ન શકી વડોદરાઃ શહેરમાં ગત મોડી રાત બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. અને આજે બુધવારે બપોરના 2 વાગ્યા સુધીમાં પણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા […]

સુરતની મિશન હોસ્પિટલમાં આગ લાગતા અફડા-તફડી મચી, આગ પર કાબુ મેળવાયો

ફાયરબ્રિગેડે 20 દર્દીઓને સ્ટ્રેચર પર બેસાડીને બહાર કાઢ્યાં 10 ફાયટરોએ પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લીધી શોર્ટ-સરકીટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સુરતઃ શહેરના અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ […]

સુરત શહેરમાં મોડીરાતે અને બપોરે વરસાદ પડ્યો, અનેક વૃક્ષો થયા ધરાશાયી

ભારે પવનને લીધે પતરા અને સોલાર પેનલો ઊડી નીચાણવાળા વિલ્તારોમાં પાણી ભરાયા રોડ પર પડી ગયેલા વૃક્ષો હટાવવા ફાયર વિભાગે જહેમત ઉઠાવી સુરતઃ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોસ સર્જાયો છે. સુરત શહેરમાં ગઈકાલે વાતાવરણમાં આવેલા પલટા બાદ મોડી રાતે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રોડ-રસ્તાઓ પરના ઘણાબધા વૃક્ષો ધરાશાયી થયા હતા. તો […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ભારે વરસાદને લીધે 6 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ

સોમવારે દૂબઈથી આલેવી ફ્લાઈટને બર્ડહીટ વિમાનને નુકસાન થતાં ગ્રાઉન્ડ કરવું પડ્યું વરસાદને લીધે ડોમેસ્ટીક વિમાની સેવાને અસર અમદાવાદઃ શહેરમાં ગત મોડી રાતે વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ત્યારબાદ આજે બપોરે પણ વરસાદના ભારે ઢાપટાં પડ્યા હતા, શહેરમાં સોમવાર સાંજથી વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદને લીધે સરદાર પટેલ એરપોર્ટ પર 6 જેટલી ફ્લીટ ડાયવર્ટ […]

ગુજરાતમાં વૈશાખે સર્જાયો અષાઢી માહોલ, આજે બપોર સુધીમાં 141 તાલુકામાં પડ્યો વરસાદ

ખંભાતમાં 6 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ભાવનગર, બાવળા, બોરસદ અને વડોદરામાં 3 ઈંચથી વધુ વરસાદ આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા, રાજ્યભરમાં વરસાદી માહોલ અમદાવાદઃ ગુજરાતભરમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. એકસાથે ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. આજે બુધવારે સવારથી […]

ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ રાજકોટ, ભૂજ અને જામનગર એરપોર્ટ બંધ કરાયા

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ત્રણ દિવસ બંધ રહેશે સરહદી વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો ફલાઈટ્સ રદ થતાં અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા અમદાવાદઃ કાશમીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કર્યા બાદ ભારતે બદલો લેવા માટે પાકિસ્તાનના આતંકવાદી અડ્ઢાઓ પર ગત મોડી રાતે એરસ્ટ્રાઈક કર્યુ હતું. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલી વ્યાપી ગઈ છે. ત્યારે કોઈપણ […]

પીએમ મોદીનો નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડનો પ્રવાસ મુલતવી રખાયો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડનો પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મિશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપના […]

છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 18 નક્સલીઓ ઠાર માર્યાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરરેગુટ્ટાના વિશાળ અને દુર્ગમ ટેકરીઓમાં છેલ્લા બે અઠવાડિયાથી સુરક્ષા દળો નક્સલ વિરોધી કાર્યવાહી ચલાવી રહ્યા છે. આ ઓપરેશન હેઠળ, મોડી રાત્રે એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 18 થી વધુ નક્સલીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધવાની શકયતા છે. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. […]

ઓપરેશન સિંદૂરઃ આતંકી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો અને નજીકના 4 વ્યક્તિના મોત થયાં

લાહોરઃ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યોના મોત થયાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસૂદ અઝહરે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. બહાવલપુરમાં આતંકવાદી ઠેકાણાઓ પર થયેલા હુમલામાં મસૂદ અઝહરના માણસો માર્યા ગયા છે. મસૂદ અઝહરે એક નિવેદન જારી કરીને કહ્યું […]

ઓપરેશન સિંદૂર: ભારતીય સશસ્ત્ર દળોએ આતંકવાદી છાવણીઓને ચોકસાઈથી નિશાન બનાવી

નવી દિલ્હીઃ ભારતીય સશસ્ત્ર દળોએ થોડા સમય પહેલા ‘ઓપરેશન સિંદૂર’ ચલાવ્યું હતું, જે હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ તે ઓળખાયેલા સ્થળો છે જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવ્યું હતું. કુલ મળીને, નવ (9) સ્થળોએ હુમલો થયો હતો. ભારતની કાર્યવાહી કેન્દ્રિત, માપેલી અને કોઈપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code