1. Home
  2. Tag "Wadhwan"

વઢવાણમાં શિયાણી પોળમાં આવેલી વર્ષો જુની શાક માર્કેટનું ડિમોલિશન, નવી બનાવાશે

વઢવાણ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધતો જાય છે. વઢવાણમાં હાલ એક લાખ જેટલી વસતી છે. અને શિયાણીની પોળમાં એક જ શાકમાર્કેટ આવેલી છે. જે વર્ષો જુની છે, અને તેનું મકાન પણ જર્જરિત અવસ્થામાં છે. ત્યારે સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શિળાણીની પોળની જર્જરિત શાક માર્કેટને જમીન દોસ્ત કરી છે. અને આજ સ્થળે આગામી […]

ઉનાળાના આગમન પહેલા જ વઢવાણમાં માટલાં બનાવવાની કામગીરીનો પ્રારંભ

વઢવાણ, 3 ફેબ્રુઆરી 2026: ઉનાળાના આગમન પહેલા જ વઢવાણમાં માટલાં બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વઢવાણના માટલાં સૌરાષ્ટ્રભરમાં વખણાય છે. ઉનાળામાં માટલાંની માગ વધતા હોવાથી માટલાં બનાવતા કારીગરોએ કામગીરી શરૂ કરી દીધી છે. વઢવાણમાં બનાવાતા વિશેષ પ્રકારના માટલાઓ ઉનાળાના 45 ડિગ્રી તાપમાનમાં પણ કુદરતી રીતે ઠંડુ પાણી આપે છે, જેના કારણે તેની માંગ સતત […]

વઢવાણમાં પ્રતિબંઘ છતાં પૂર ઝડપે દોડતા ડમ્પરોના ત્રાસ સામે મહિલાઓએ કરી રજુઆત

શિવરંજની સોસાયટીના રહીશોએ ડમ્પરો ત્રાસ અંગે પ્રાંતને આવેદનપત્ર આપ્યુ, ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં રોજ 250થી વધુ ડમ્પરો દોડી રહ્યા છે, રોડ પણ જર્જરિત છે, છતાંયે મરામત કરાતો નથી વઢવાણઃ શહેરમાં રેલવે સ્ટેશનમાં આધુનિકીકરણ અંતર્ગત રસ્તાઓ બંધ થયા છે. ત્યારે રેલવે મેદાન પાસેના પાણીના અવાડાથી પિત્રોડા કારખાના તરફ રહેતા તેમજ શિવરંજની સોસાયટીના રહીશો સતત […]

વઢવાણમાં ભોગાવો નદી પરનો ધોળીપોળ બ્રિજ માત્ર 13 વર્ષમાં જર્જરિત થયો

ધોળાપોળ બ્રિજના રોડ પર સળિયા દેખાવા લાગ્યા, ધોળીપોળ બ્રિજની બાજુમાં આવેલો રજવાડા સમયનો 100 વર્ષનો જુનો પુલ અડીખમ, ધોળીપોળ બ્રિજને ત્વરિત મરામત કરવાની માગ ઊઠી સુરેન્દ્રનગરઃ  વઢવાણ અને સુરેન્દ્રનગરને જોડતો ઘોળીપોળ બ્રિજમાત્ર 13 વર્ષમાં જર્જરિત બની ગયો છે. ભોગાવો નદી પર વર્ષ 2012માં લાખો રૂપિયાના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ધોળીપોળ નામથી ઓળખતા આ […]

વઢવાણમાં રાજાશાહીના જમાનાનું શાક માર્કેટનું બિલ્ડિંગ બન્યું જર્જરિત

શાકમાર્કેટમાં જગ્યા ઓછી હોવાથી લોકોને પડતી મુશ્કેલી, શાક વેચનારા દરવાજાની વચ્ચે રસ્તા પર જ બેસી જતા હોવાથી ટ્રાફિક જામ સર્જાય છે, નવી શાક માર્કેટ બનાવવા લોકોની માગ ઊઠી વઢવાણઃ શહેરમાં વર્ષો પહેલા એટલે કે રાજાશાહીના જમાનામાં શિયાણીના દરવાજા પાસે શાક માર્કેટ બનાવવામાં આવી છે. વર્ષો જુનું શાક માર્કેટનું બિલ્ડિંગ જજર્રિત અવસ્થામાં છે. તેમજ શાક માર્કેટ […]

વઢવાણમાં ત્રણ વાહનોને ટક્કર મારી નાસી રહેલા કારચાલકને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો

સ્થાનિક લોકોનો આક્ષેપ કારચાલક નશાની હાલતમાં હતો, કારચાલક સામે નશો કરેલી હાલતમાં હોવાનો ગુનો નોંધતા પોલીસ સામે સવાલો ઉઠ્યાં, અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણ વિસ્તારમાં ગેબનશાપીર સર્કલ પાસે રાતના સમયે પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.આ બનાવ બાદ કારચાલક ભાગવા જતાં  લોકોના ટોળાએ કારચાલકને ઝડપી […]

વઢવાણના નવા 80 ફુટ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી, 80 ફુટ રોડ પર આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા, મ્યુનિ. દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા લોકોમાં અસંતાષ સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણના નવા 80 ફૂટ રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે.  ત્યારે બીજી બાજુ વરસાદી પાણી સોસાયટીઓ સુધી ફરી વળતાં […]

વઢવાણમાં ધોળીપોળથી મોતિચોક સુધી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ ચક્કાજામ કર્યો

કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્ને ચક્કાજામનો કાર્યક્રમ અપાયો હતો, પોલીસે 7 લોકોની અટકાયત કરી, વઢવાણમાં રોડ, રસ્તા, ગટર જેવી સુવિધા લોકોને મળતી નથી સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર ટ્વીનસિટીને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ લોકોને મળતી પ્રાથમિક સુવિધામાં કોઈ ફેર પડ્યો નથી. ત્યારે વઢવાણ ધોળીપોળથી મોતીચોક સુધીના વિસ્તારમાં રસ્તા, વીજળી અને ખાસ કરીને પાણીની સુવિધા ન મળતા કોંગ્રેસ […]

વઢવાણમાં ધોળીપોળ દરવાજા પાસેના વર્ષો જુના દબાણો હટાવાયા

મ્યુનિ.કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા, 42 દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું, વઢવાણને હેરિટેજ સીટી બનાવવાના પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણમાં ધોળીપોળ દરવાજા પાસેના વર્ષો જુના દબાણો હટાવવાની કામગીરી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં ધોળીપોળ દરવાજા આસપાસ 50થી વધુ દબાણો હટાવયા હતા. મ્યુનિ.કોર્પોરેશને વઢવાણને હેરિટેજ સીટી બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત દબાણો હટાવવાની […]

વઢવાણના ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા

ભોગાવો નગીમાં અલગ અલગ સ્થોએ ચેકિંગ કરાયું, 4 કરોડથી વધુની ખનીજ ચોરી પકડાઈ, નાના કેરાળા નજીક રેતી ભરેલા ત્રણ ટ્રકો જપ્ત કરાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બેરોકટોક થતી ખનીજચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે ભોગાવો નદીમાંથી રેતીની ચોરી સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા અલગ-અલગ હાઈવે તેમજ ભોગાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code