1. Home
  2. Tag "WAR"

રશિયા અને યુક્રેનના યુદ્ધને લીધે રફ ડાયમંડના ભાવમાં 10 ટકા વધારાથી સુરતનો હીરા ઉદ્યાગ મુશ્કેલીમાં

સુરતઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે ભારતના શેરબજારથી લઈને નાના ઉદ્યોગોને  પણ અસર થઈ રહી છે. સુરતના ટેક્સટાઈલ, ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીને પણ તેની અસર થઈ રહી છે. જો યુદ્ધ લાંબો સમય ચાલશે તો સ્થિતિ વધુ ખરાબ થશે. યુદ્ધની વિકટ પરિસ્થિતિને લીધે કાચા માલની અછતના બહાને નફાખોરી પણ શરૂ થઈ ગઈ છે. […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ ભારત-પાકિસ્તાન સહિત અનેક દેશોની સરહદો ઉપર વર્ષોથી તણાવ ભરી સ્થિતિ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાઈ રહ્યાં છે. અમેરિકા અને યુકે સહિતના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરીને યુક્રેનને સમર્થન આપ્યું છે. જ્યારે ચીન અને પાકિસ્તાને રશિયાને સમર્થન આપ્યું છે. જ્યારે ભારત સહિત આંગળીને વેઢે ગણી શકાય એટલા દેશો જ હિંસાનો વિરોધ કરીને શાંતિથી વાતચીતથી નિકાલ […]

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે ભારતીય શેર બજાર ઉપર ભારે અસર

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને પગલે એક અઠવાડિયયાથી શેર બજારમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સેંસેક્સ અને નિફ્ટી સહિત દુનિયાભરના શેર બજારો માં યુદ્ધના સંકટને પગલે તુટ્યાં છે. બીએસઈ સેંસેક્સ 18મી ફેબ્રુઆરીએ 57832.97 અંક ઉપર બંધ રહ્યું હતું. સેંસેક્સ 25મી ફેબ્રુઆરીએ 55,858.52 અંકના સ્તર ઉપર બંધ રહ્યું હતું. પાંચ સત્રમાં કુલ 1974.45 […]

રશિયા સાથે યુદ્ધ માટે સાથી દેશો હથિયાર મોકલતા હોવાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો યુક્રેનના સૈનિકો જવાબ આપી રહ્યાં છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ દાવો કર્યો હતો કે, રશિયા સામે યુદ્ધ માયે સાથી દેશો હથિયાર મોકલી રહ્યાં હતા. તેમજ રાષ્ટ્રપતિએ સેનાના સરન્ડરની વાતને નકારી હતી. આ ઉપરાંત યુક્રેન દ્વારા ઈયુના સભ્યપદની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. યુક્રેનિયનના રાષ્ટ્રપતિ વલોદિમીર જેલેંસ્કીને યુએસ સરકાર […]

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. જો કે, આ યુદ્ધને લઈને ભારતના સ્ટેન્ડ ઉપર દુનિયાના તમામ દેશોની નજર મંડાયેલી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે લંબાણપૂર્વકની ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

રશિયાના 50 જવાનોને ઠાર માર્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો છે. તેમજ મિસાઈલથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન યુક્રેનએ દાવો કર્યો છે કે, તેણે રશિયાના ડઝનો સૈનિક માર્યાં છે. યુક્રેની સેનાએ અત્યાર સુધીમાં 50 ફોર્સેજને ઠાર માર્યાં છે. તેમજ છ યુદ્ધ જહાજને પણ તોડી પાડવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી […]

યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની ભારતીય શેરબજાર ઉપર અસરઃ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ભરેલી સ્થિતિ હતી. જેની અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળતી હતી. યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય શેરબજાર સતત તૂટી રહ્યું હતું. દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. જેની અસર ભારત સહિત દુનિયાના અનેક શેર બજાર ઉપર જોવા મળી હતી. સેંસેક્સ 1300થી […]

યુક્રેનઃ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતીયોને સુરક્ષિત સ્થળો ઉપર જવા એમ્બીસીની અપીલ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે 24 ફેબ્રુઆરીએ નવી એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં યુક્રેનમાં રહેતા ભારતીયોને કહેવામાં આવ્યું છે કે યુક્રેનની વર્તમાન સ્થિતિ અત્યંત અનિશ્ચિત છે. કૃપા કરીને તમે જ્યાં પણ હોવ ત્યાં શાંત રહો અને સુરક્ષિત રહો. IMPORTANT ADVISORY TO ALL INDIAN NATIONALS IN UKRAINE AS […]

રશિયા ત્રણ તરફથી હુમલા કરી રહ્યાનો યુક્રેનને દાવો, યુદ્ધ અટકાવવા કરાઈ અપીલ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભણકારા વાગી રહ્યાં હતા. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. યુક્રેનની રાજધાની કિવ ઉપર મિસાઈલથી હુમલા શરૂ કરવામાં આવ્યાં છે. રશિયાના જવાનો ક્રિમિયાના રસ્તે યુક્રેનમાં ઘુસી રહ્યાં છે. બોર્ડર ઉપર બે લાખથી વધારે રશિયાએ જવાનોને તૈનાત કર્યાં છે. દરમિયાન યુક્રેને કહ્યું હતું કે, […]

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ:કારની અંદર જોરદાર વિસ્ફોટ,ગેસ પાઈપલાઈનમાં આગ,યુદ્ધની આશંકા

કારની અંદર જોરદાર વિસ્ફોટ ગેસ પાઈપલાઈનમાં પણ લાગી આગ યુદ્ધની આશંકા વધી ! દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે.કોઈ હુમલો નહીં થાય તેવા દાવા ચોક્કસ કરવામાં આવી રહ્યા છે,પરંતુ જમીન પર સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે. હવે શુક્રવારે પૂર્વી યુક્રેનમાં એક કારની અંદર જોરદાર વિસ્ફોટ થયો છે.આ ઘટના પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code