પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા ભાવિના પટેલને ઊમિયા સંસ્થાન દ્વારા સવા લાખનો પુરસ્કાર અપાશે
મહેસાણાઃ વડનગર તાલુકાના સુંઢિયા ગામની ભાવિના પટેલે ટોકયો ખાતે પેરા ઓલિમ્પિકની ટેબલ ટેનિસની રમતમાં તાજેતરમાં સિલ્વર મેડલ મેળવીને સમગ્ર દેશની સાથે પાટીદાર સમાજનું પણ ગૌરવ વધાર્યુ છે. જેને પગલે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ભાવિના પટેલને રૂ.1.25 લાખનું રોકડનું ઈનામ તેમજ શ્રી ઉમિયા ચંદ્રક આપીને સન્માનિત કરાશે. ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણિભાઈ પટેલ(મમ્મી) અને મંત્રી […]