1. Home
  2. Tag "women"

ધ્રાંગધ્રામાં આર્મીની મહિલાઓને રોજગારી મળે તે માટે પ્રોજેક્ટ શરૂ કરાયો

ધ્રાંગધ્રાઃ આર્મીના જવાનો દેશની રક્ષા કરવા માટે સરહદ પર ફરજ બજાવે છે. ત્યારે પરિવાર સાથે રહેતી મહિલાઓને રોજગારી મળે અને આર્થિક રીતે પગભર બને તે માટેનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ ધ્રાંગધ્રામાં શરૂ કરાયો છે. આર્મીના ઓફિસરો દ્વારા હેન્ડલુમની વસ્તુઓ બનાવાનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે કામગીરી પૂર્ણ કરવામા આવી છે. આ પ્રોજેક્ટથી આર્મી પરિવારની મહિલાઓ આત્મનિર્ભર બનીને […]

નકલી નોટોનો કારોબાર, સંતરામપુરમાં 17 હજારની નકલી નોટો સાથે મહિલા પકડાઈ

સંતરામપુરઃ  મહિસાગર જિલ્લાના સંતરામપુર નજીક આવેલા આંજણવા ગામે પોલીસે છાપો મારીને મકાનમાં ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટોનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે ડુપ્લિકેટ નોટોના જથ્થા સાથે એક મહિ લાની અટકાયત કરી છે. જયારે મહિલાનો પતિ પોલીસ પહોંચે તે પહેલા જ ફરાર થઈ ગયો હતો. પોલીસે રૂપિયા 17 હજારની ડુપ્લિકેટ નોટો કબજે કરીને ગુનો નોંધી નોટોને એફએસએલ […]

મધ્યપ્રદેશથી 80 પહાડી પોપટ વેચવા માટે અમદાવાદ લવાયા, મહિલા પકડાઈ

અમદાવાદઃ ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે ઘરમાં પહાડી પોપટ રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. એટલે પહાડી પોપટનું વેચાણ પણ વધતું જાય છે. અમદાવાદ શહેરમાં 80 જેટલા પહાડી પોપટ વેચવા માટે મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા હતા.એક એનજીઓના કાર્યકર્તાઓએ પોપટ વેચવાનું રેકેટ પકડીને મહિલાને વન વિભાગના હવાલે કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશના […]

સાઉદી અરેબિયામાં મહિલાઓને કેટલાક પ્રતિબંધોથી મુક્તિ

સાઉદી અરેબિયામાં મહિલાઓને રાહત કેટલાક પ્રતિબંધોમાંથી મુક્તિ પહેલી વાર બન્યું કંઈક આવું દિલ્હી: સાઉદી અરેબિયા કે જો પોતાના દેશના ચુસ્ત નિયમોને કારણે પ્રખ્યાત છે, પણ જ્યારે તે દેશમાં કોઈ નિર્ણય લેવામાં આવે ત્યારે પણ તે દેશ લોકોની ચર્ચામાં આવે છે. અત્યારે પણ એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મહિલાઓને પ્રતિબંધોથી રાહત આપવાની વાત કરવામાં આવી છે. […]

અભયમ્ હેલ્પલાઈન મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની, એક વર્ષમાં 1.65 લાખ મહિલાઓને મદદ

અમદાવાદઃ રાજ્યમાં ઘરેલું હિંસા સહિત મહિલાઓ પરના અત્યાચારના બનાવો વધતા તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન સહિતની મદદ અને મહિલાલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે માટે રાજ્ય સરકારે ‘મહિલા હેલ્પલાઈન’ની શરૂઆત કરી હતી. શરૂઆતથી મહિલા હેલ્પલાઈન અભિયમને સારોએવો પ્રતિસાદ મળ્યો હતો.વર્ષ 2021 દરમ્યાન 181 ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા કુલ 1 લાખ 65 હજાર 964 […]

વડોદરામાં મુશ્કેલીમાં મુકાયેલી લગભગ 91 હજાર મહિલાઓને ‘અભયમ’એ મુશ્કેલીમાંથી બહાર કાઢી

અમદાવાદઃ વડોદરામાં વર્ષ 2021 દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલી 91 હજાર જેટલી મહિલાઓએ 181 મહિલા સુરક્ષા હેલ્પ લાઇન પાસે મદદ માગી હતી. જે પૈકી 75 હજાર જેટલા કેસો તો ગંભીર પ્રકારના હતાં. જેમાં સમયસર સ્થળ ઉપર પહોંચીને મહિલાઓને મદદ કરવામાં આવી હતી. અભયમ,વડોદરાના પ્રવક્તાએ જણાવ્યું કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા […]

ગુજરાતમાં મહિલાઓને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક અપાશેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ રાજ્યમાં મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના વધતા જતા કેસથી સરકાર ચિંતિત બની છે. અને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક આપવા સરકાર વિચારી રહી છે, તાજેતરમાં એફડીસીએ–ગુજરાત અને યુએસએફડીએ વચ્ચે માહિતી અને નોલેજના આદાનપ્રદાન માટે એફડીસીએ, ગુજરાત–યુએસએફડીએ રેગ્યુલેટરી ફોરમનું ગઠન થયું છે. આ ફોરમની મીટિંગમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ન્યૂમોકોકલ વેકિસન અને સર્વાઈકલ કેન્સર વેકસીન જનતાને […]

યુપી વિધાનસભા ચૂંટણી 2022: પ્રિયંકા ગાંધીએ 100 ઉમેદવારોના નામ પર મહોર લગાવી, 60 મહિલાઓને તક

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી પ્રિયંકા ગાંધીએ ચૂંટણી માટે 100 ઉમેદવારોને કર્યા ફાઇનલ તેમાં 60 મહિલાઓને પણ તક અપાઇ નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષોએ હવે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે. આ જ દિશામાં હવે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ ચૂંટણી માટે મહિલા મેનિફેસ્ટો બહાર પાડ્યો. મેનિફેસ્ટોમાં મહિલાઓને અનામત […]

માદક દ્રવ્યોની હેરાફેરીમાં હવે મહિલાઓ બાદ સ્કૂલના વિદ્યાર્થીનો ઉપયોગ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે તપાસ આરંભી છે. બીજી તરફ નશીલા દ્રવ્યોની હેરાફેરી કરનારાઓ નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે. હવે મહિલાઓ અને બાળકો મારફતે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં એક મહિલા ગાંજા સાથે ઝડપાઈ હતી. દરમિયાન આજે સુરતમાં એક વિદ્યાર્થી અફીણ સાથે […]

સુરેન્દ્રનગરઃ ગાંજાની હેરાફેરી કરતી મહિલા ઝડપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી ઉપર અને તેના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં ગાંજાની હેરાફેરી કરનારી મહિલાને પોલીસે ઝડપી લીધી હતી. તેની પાસેથી 50 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર પાંચ હનુમાન મફતીયાપરામાં રહેતી નિલબેન અબ્દુલ નામની મહિલા ગાંજાનું વેચાણ કરતી હોવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code