લિપસ્ટિક ફેશન અને સ્ટેટસ સિંબોલથી વધારે આત્મવિશ્વાસ વધારતુ મહિલામુક્તિનું પ્રતીક બની ઊભરી આવી છે
અધરં મધુરં, વદનં મધુરં, નયનં મધુરં, હસિતં મધુરમ્ । હૃદયં મધુરં, ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્… યાદ છે, શ્રી વલ્લભાચાર્ય રચિત આ મધુરાષ્ટક ? પરમાત્માની સ્તુતીમાં એમની સુંદરતાની વાતમાં સૌથી પહેલાં એમના મધુર હોઠની વાત વલ્લભાચાર્યજીએ કરી છે. પરમાત્માએ પૃથ્વી ઉપર બનાવેલી તમામ વસ્તુ હસીન અને રંગીન છે એટલે જ કુદરતનુ તમામ સર્જન તારીફને કાબિલ છે. […]


