સૌરાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટ એસો.એ ટોલટેક્સ નહીં ભરવાની ચીમકી આપતા રોડ મરામતના કામો હાથ ધરાયા
અમદાવાદઃ રાજ્યમાં વરસાદને કારણે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેમાં રાજકોટ-અમદાવાદ, ભાવનગર, ગોંડલ હાઈવે તૂટેલી હાલતમાં અને ઠેર-ઠેર ખાડા હોય વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી. રોડ-રસ્તાની ખરાબ હાલતને લઈને ટ્રક-ટ્રાન્સપોર્ટરોએ ટોલટેક્સ નહીં ભરવાની ચીમકી આપીને રાજકોટના કલેક્ટરને રજૂઆત કરી હતી.ત્યારબાદ હાઇવેના સમારકામની કામગીરી શરૂ કરાતા ટ્રાન્સપોર્ટરોએ પોતાનો વિરોધ […]