નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સને હરાવીને જીતી દોહા ડાયમંડ લીગ
મુંબઈ: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ નવી સિઝનની શાનદાર શરૂઆત કરી છે. નીરજ ચોપરાએ 5મી મે (શુક્રવાર)ના રોજ દોહા ડાયમંડ લીગનું ટાઇટલ જીત્યું. દોહાના કતાર સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત સ્પર્ધામાં નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર ભાલો ફેંક્યો હતો. નીરજનો આ પહેલો થ્રો સ્પર્ધાનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. જો કે ફરી એકવાર નીરજ 90 મીટરનો અવરોધ […]