બંગાળના ગઢમાં ભાજપની રણનીતિ: અમિત શાહની RSS સાથે મેરેથોન બેઠક
કોલકાતા, 31 ડિસેમ્બર 2025 : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળી લીધો છે. કોલકાતાની મુલાકાતે આવેલા શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના હોદ્દેદારો સાથે એક અત્યંત મહત્વની બેઠક યોજી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બંગાળની વર્તમાન રાજકીય સ્થિતિ અને સંગઠનની મજબૂતી પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. […]


