- ફેસબૂકે નામ બદલ્યું છત્તાં કરે છે જાસૂસી
- તમારી અનેક ઑનલાઇન ગતિવિધિ પર રાખે છે નજર
- તમારા કેટલાક ડેટા પણ કરી રહ્યું છે સ્ટોર
નવી દિલ્હી: હજુ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક નામ બદલ્યા પણ જાસૂસી કરી રહ્યું છે અને યૂઝર્સના ડેટા પર સતત નજર રાખી રહ્યું છે.
ફેસબૂકે પોતાનું કોર્પોરેટ નામ બદલી નાખ્યું છત્તાં તે લોકોના મોબાઇલ ફોનમાંથી ડેટા ચોરવાનું કામ કરી રહ્યું છે. એટલું જ નહીં, ફેસબુકની પ્રાઇવસી ઉલ્લંઘન કરવાની પદ્વતિને કારણે યુવાનો પર ફેસબૂકથી અંતર બનાવવા માંડ્યા છે. એક અભ્યાસ અનુસાર, ફેસબુક પોતાના ફોનની સ્ક્રીન એક્ટિવિટી, વેબ એક્ટિવિટી, કોલ ડ્યુરેશન અને હાર્ડવેયરના સીરિયલ નંબર પર નજર રાખી રહ્યું છે. ફેસબુક ડેટાને પણ સ્ટોર કરી રહ્યું છે.
આયરલેન્ડની એક કોલેજના અભ્યાસ અનુસાર, જો તમે તમારા ફોન પર ફેસબુક ઇન્સ્ટોલ કર્યું છે તો ફેસબુક તમારા મોબાઇલ ફોનમાં તમારા ફોનમાં કરવામાં આવતી સ્ક્રીન એક્ટિવિટી અને વેબ એક્ટિવિટી પર નજર રાખી રહ્યું છે. એટલે કે ફેસબુકને એ ખબર છે કે તમે શું સર્ચ કરી રહ્યાં છો. તે ઉપરાંત તમારા ફોન કોલની ડ્યુરેશન પણ જાણી રહ્યું છે. તમારા ફોનના હાર્ડવેરનો પાર્ટનો સીરિયલ નંબર પણ પોતાના સર્વરમાં રાખી રહ્યું છે.
ફેસબુક તેના માટે તમારી પાસેથી મંજૂરી પણ માંગતુ નથી. નિષ્ણાંતો મુજબ, આવુ કરવામાં કેટલીક મોબાઈલ ફોન કંપનીઓ ફેસબુકની મદદ કરી રહી છે. ખરેખર, અમુક એન્ડ્રોઈડ ફોનમાં ફેસબુક પહેલેથી જ ઈન્સ્ટોલ હોય છે, જેને તમે અનઈન્સ્ટોલ કરી શકતા નથી. ફક્ત ડિસેબલ કરી શકો છો. આ ફોનમાં ફેસબુક તમારી બધી ગતિવિધિઓ પર નજર રાખે છે અને તમને ખબર પણ હોતી નથી.