1. Home
  2. ગુજરાતી
  3. કેટલાક ચાર્જર પર હોય છે ડબલ સ્કવેર,જાણો શું થાય છે તેનો અર્થ
કેટલાક ચાર્જર પર હોય છે ડબલ સ્કવેર,જાણો શું થાય છે તેનો અર્થ

કેટલાક ચાર્જર પર હોય છે ડબલ સ્કવેર,જાણો શું થાય છે તેનો અર્થ

0
Social Share
  • શું તમારા ચાર્જર પર પણ છે ડબલ સ્કેવર
  • તેનો એક વિશેષ અર્થ થાય છે
  • જાણો તેનો અર્થ શું થાય છે

નવી દિલ્હી: આપણે રોજિંદા જીવનમાં સૌથી વધુ સ્માર્ટફોનનો વપરાશ કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય બારીકાઇથી ફોનના ચાર્જર તરફ જોયું છે? ફોનના ઘણા ચાર્જર પર કેટલીક વિગતો લખેલી હોય છે અને કેટલાક માર્કસ પણ બનેલા હોય છે. આ માર્કસ ફોનના ચાર્જરની ખાસિયત વિશે માહિતગાર કરે છે. આ ચિહ્નોમાં ખાસ કરીને એક ડબલ સ્કેવર પણ હોય છે. જે ચાર્જરની વિશેષતાથી આપણે અવગત કરે છે.

મોટા ભાગના ચાર્જર પર સામાન્યપણે ટેક્નિકલી માહિતી હોય છે. તે ઉપરાંત ઘણા લોગો છે અને દરેક માર્ક ટેકનિકલ ફીચર વિશે જણાવે છે.

ચાર્જર પર ક્યારેક એવું પણ લખ્યું હોય છે કે ચાર્જરને અર્થિંગની આવશ્યકતા નથી અને અન્ય કોઇ સુરક્ષા કનેક્શનની પણ જરૂર નથી. તે એ પણ જણાવે છે કે ડીસી આઉટપુટ વાયર એસી ઇનપુટ સાથે અલગ છે.

ડબલ સ્કવેર એટલે શું?

ડબલ સ્ક્વેરનો અર્થ એ થાય છે કે તે ડબલ ઇન્સ્યુટલેટેડ છે અર્થાત્ વીજળીને લઇને ડબલ સલામત છે. જેને ક્લાસ સેકન્ડ સિમ્બોલ પણ કહેવાય છે.

તેની વિશેષતા એ છે કે તે ખાસ કરીને ઇલેક્ટ્રિક શોકના જોખમને મોટા પ્રમાણમાં ઘટાડે છે. તેથી, જે ચાર્જર પર તે બનાવાય છે, તેનો અર્થ પણ એ છે કે તે ચાર્જર ઇલેક્ટ્રિક ચાર્જર વિશે એકદમ સુરક્ષિત છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code