
માત્ર અમીર જ નહીં, સૌથી વધુ પગાર મેળવનારા CEO પણ બન્યા એલન મસ્ક – મૂળ ભારતીય માઈક્રોસેફ્ટના CEO નડેલા 7 માં સ્થાને
- સૌથી વધુ કમાણી મામલે ટેસ્લાના ઈલોન મસ્ક પ્રથમ નંબરે
- મૂળ ભારતીય માઈક્રોસેફ્ટના સીઈઓમાં નડેલા 7 માં સ્થાને
દિલ્હીઃ- દેશભરમાં ધનિકોના મામલે ઈલોન મસ્કનું નામ મોખરે લેવાતું હોય છેનેથવર્થ જો સૌથી વધુ હોય તો ટેસ્લાના ઈલોન મસ્ક મોખરે હોય છે ત્યારે આજ શ્રેણીમાં મૂળ ભારતીય નડેલા કે જેઓ માઈક્રોસોફઅટના સીઈઓ છે જે આ યાદીમાં 7મા નંબરે જોવા મળે છે.
ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક પણ વિશ્વની ફોર્ચ્યુન-500 કંપનીઓમાં વધુ પગાર મેળવનારોઓમાં એક છે.
આ મામલે ફોર્ચ્યુન લિસ્ટમાં તે સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ સાબિત થયો છે, વર્ષ 2021માં ઈલોન મસ્કને 23.5 બિલિયન ડોલર એટલે કે રૂ. 1.82 લાખ કરોડનો પગાર હતો. મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ફોર્ચ્યુન 500 કંપનીઓમાં 65મા ક્રમે છે.
ફોર્ચ્યુન 500ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં એલોન મસ્કને 23.5 બિલિયન ડોલર (1.82 લાખ કરોડ રૂપિયા) પગાર તરીકે મળ્યા છે. આમાં 2018માં જારી કરાયેલા સ્ટોક ઓપ્શન્સનો પણ સમાવેશ થાય છે, જેની સમયમર્યાદા 2021 હતી. મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ફોર્ચ્યુન 500 કંપનીઓમાં 65માં ક્રમે છે. કંપનીની વાર્ષિક આવક 71 ટકા વધીને $53.8 બિલિયન થઈ છે. સંપત્તિ વિશે વાત કરીએ તો, બિલિયોનેર ઇન્ડેક્સના નવીનતમ ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં એલોન મસ્કની નેટવર્થ $12.2 બિલિયન વધીને $224 બિલિયન થઈ ગઈ છે.
એલોન મસ્ક પછી એપલના ટિમ કૂક સૌથી વધુ કમાણી કરનારા સીઈઓ છે. તેમને 2021માં પગાર તરીકે $77.05 મિલિયન એટલે કે લગભગ છ હજાર કરોડ રૂપિયા મળ્યા હતા. તે જ સમયે, એપલ કંપનીઓની યાદીમાં ત્રીજા સ્થાને છે. Nvidiaના સહ-સ્થાપક અને CEO જેન્સન હુઆંગ $507 મિલિયન સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે
ટોપ-10ની વાત કરીએ તો આમાં માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાનું નામ પણ સામેલ છે. સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓમાં નાડેલા સાતમા નંબરે આવે છે. તેમને વર્ષ 2021માં 3094 મિલિયન ડોલર પગાર તરીકે મળ્યા છે. અહીં જણાવી દઈએ કે નડેલા છેલ્લા છ વર્ષથી બિલ ગેટ્સની માઈક્રોસોફ્ટનું નેતૃત્વ કરી રહ્યા છે.તેઓ પણ આ યાદીમાં 7માં સ્થાને જોવા મળે છે.