
ભારતીય સેનાને 1 ફેબ્રુઆરીએ મળશે નવા ઉપપ્રમુખ, લેફ્ટનન્ટ જનરલ સી.પી. મોહંતી સંભાળશે કમાન
- ભારતીય સેનાને 1 ફેબ્રુઆરીએ મળશે નવા ઉપપ્રમુખ
- લેફ્ટનન્ટ જનરલ સી.પી. મોહંતી સંભાળશે કમાન
- સી.પી.મોહંતી સેનાના 42 માં ઉપપ્રમુખ હશે
દિલ્હીઃ- લેફ્ટનન્ટ જનરલ એસકે સૈની બાદ હવે આર્મી સ્ટાફના આગામી વાઇસ ચીફ કોણ હશે તેની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ લેફ્ટનન્ટ જનરલ સી.પી.મોહંતી આ પદ સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ સી.પી. મોહંતી 1 ફેબ્રુઆરીથી આર્મી સ્ટાફના વાઇસ ચીફ રહેશે. હાલમાં મોહંતી સાઉથન આર્મી કમાન્ડર છે. લેફ્ટનન્ટ જનરલ સી.પી.મોહંતી સેનાના 42 માં ઉપપ્રમુખ હશે.
લેફ્ટનન્ટ જનરલ મોહંતીને પાકિસ્તાન અને ચીનની સરહદો અને અસમમાં સક્રિય આતંકવાદ વિરોધી કામગીરીનો અનુભવ છે. તેમણે કાંગોમાં એક બહુરાષ્ટ્રીય સયુંકત રાષ્ટ્ર બ્રિગેડનું નેતૃત્વ પણ કર્યું છે.
પહેલી વખત આ માહિતી થોડા દિવસો પહેલા જ સામે આવી હતી. જ્યારે ઓડિશાના સીએમ નવીન પટનાયકે પણ તેમને શુભકામના પાઠવી હતી.મોહંતીનો જન્મ ઓડિશામાં થયો છે.
પટનાયકે તેનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે, ‘ઓડિશામાં જન્મેલા ચંડી પ્રસાદ મોહંતીને સેનાના આગામી નાયબ વડા તરીકે ચૂંટાયા બદલ અભિનંદન. ઓડિશા માટે આ ગર્વનો દિવસ છે. આશા છે કે, તમે તમારી નવી જવાબદારી સારી રીતે નિભાવશો. ”સી.પી.મોહંતીનો જન્મ ઓડિશાના જગતસિંહપુરના જયબાડા ગામમાં થયો છે.
દેવાંશી-