1. Home
  2. ગુજરાતી
  3. યુએસથી લંડન જતી ફ્લાઈટની ઘટના-માત્ર એક યાત્રી એ માસ્ક પહેરવાનો કર્યો ઈનકાર  તો અધવચ્ચેથી ફ્લાઈટને પાછી વાળવામાં આવી
યુએસથી લંડન જતી ફ્લાઈટની ઘટના-માત્ર એક યાત્રી એ માસ્ક પહેરવાનો કર્યો ઈનકાર  તો અધવચ્ચેથી ફ્લાઈટને પાછી વાળવામાં આવી

યુએસથી લંડન જતી ફ્લાઈટની ઘટના-માત્ર એક યાત્રી એ માસ્ક પહેરવાનો કર્યો ઈનકાર  તો અધવચ્ચેથી ફ્લાઈટને પાછી વાળવામાં આવી

0
Social Share
  • મહિલા યાત્રીએ માસ્ક પહેરવાનો કર્યો ઈન્કાર
  • પાયલોટે અધ વચ્ચેથી યાત્રા અટકાવી ફ્લાઈટ પાછી વાળી

 

દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોનાના કેસ વધવાને લઈને અનેક દેશોએ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે, જો કે ઘણા લોકો માસ્ક પગેરવામાં આનાકાની કરતા જોવા મળે છે, ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે લંડનથી,માત્ર એક મુસાફરે માસ્ક પહેર્યું ન હોવાથી, લંડન જતું પ્લેન વચ્ચેની સફરમાંથી પરત ફર્યું હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણેઅમિરાકના મિયામીથી લંડન જતી ફ્લાઈટમાં 40 વર્ષીય મહિલાના માસ્ક ન પહેરવાના આગ્રહને કારણે અધવચ્ચે ફ્લાઈટ પાછી ફરી હતી. પ્લેનમાં 129 મુસાફરો અને 14 ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેન ટેકઓફ થયા બાદ મહિલા મુસાફરે માસ્ક પહેરવાની ના પાડી દીધી હતી. પાયલોટ 90 મિનિટની ઉડાન બાદ પ્લેનને મિયામી પરત લાવ્યો હતો.

ફ્લાઈટ દરમિયાન નિયમોની અવગણના કરવાના મામલામાં એરપોર્ટ પ્રશાસને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી મહિલાને ફ્લાઈટની યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્લેનમાં સવાર અન્ય મુસાફરોને બાદમાં અન્ય પ્લેન દ્વારા તેમના જવાના સ્થાને મોકલવામાં આવ્યા હતા. માસ્ક ન પહેર્યા પછી મિયામીના સ્થાનિક અધિકારીઓ એરપોર્ટ પર દોડી ગયા અને જાણ કરી કે પ્લેન પરત આવી રહ્યું છે.

આ મામલે પોલીસ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે મહિલાએ માસ્ક ન પહેર્યા બાદ પ્લેન પરત ફરવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં મહિલાની ધરપકડ કરવામાં આવી નથી. એરપોર્ટ પ્રશાસન આ મામલાને પોતાના સ્તરે સંભાળી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે વધતા કોરોનાના કહેર વચ્ચે માસ્ક અનિવાર્ય છે, અને માસ્ક ન પહેરનારાઓ સામેકડક પગલા લેવા જરુરી પણ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code