 
                                    શેરબજારમાં દિવસભર જોવા મળી જબરજસ્ત તેજી, પરંતુ કલોઝિંગ પહેલા જોરદાર કડાકો
શેર બજારમાં આજે દિવસભર તેજી જોવા મળી હતી.. પરંતુ બંધ થવાના સમયે શેર બજાર ગગડ્યુ હતું. અને ગગડયું પણ એવું કે દિવસભરની તમામ તેજી ગુમાવીને બીએસઈ સેન્સેક્સ ગઈકાલની સરખામણીએ નીચા સ્તરે બંધ થયો હતો.. બીજી તરફ નિફ્ટી પણ થોડો ઘટ્યો હતો પરંતુ રેડ ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યો હતો.
BSE સેન્સેક્સ 19.89-0.03 ટકાના ઘટાડા સાથે 75,390 પર બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈનું નિફ્ટી 24.65 પોઇન્ટ અંક અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 22,932ના લેવલ પર ક્લોઝ થયું હતું. .
આ અગાઉ આજે બીએસઇ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીએ પણ નવી રેકોર્ડ ઉંચાઈ હાંસલ કરી હતી. સેન્સેક્સ પ્રથમ વખત 76,000 નો આંકડો વટાવી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પાછળ રહ્યો ન હતો અને 23110ની સપાટીને પાર કરી ગયો હતો. વૈશ્વિક બજાર પ્રત્યે રોકાણકારોના સકારાત્મક વલણ અને લોકસભાની ચૂંટણીના પરિણામોને કારણે શેરબજારમાં સતત ઉછાળો આવી રહ્યો હતો. નિફ્ટી મિડકેપ પણ પ્રથમ વખત 53000ના સ્તરને પાર કરી ગયો હતો.. બેન્ક નિફ્ટી પણ તેની સર્વોચ્ચ સપાટીની નજીક હતો. જો કે બંધ થવાના સમયે શેરબજાર પછડાયું હતું.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

