 
                                    મોદી સરકારનો આ નવો કાયદો ગ્રાહકોને કરાવશે ફાયદો- સરકારે 35 વર્ષ જુના કાયદામાં કર્યો આ ફેરફાર-20 જુલાઈથી અમલમાં આવશે આ નવો નિયમ
- મોદી સરકાર લાવી રહી છે ગ્રાહકો માટે નવો કાયદો
- ગ્રાહકોને થશે આ કાયદાથી ફાયદો
- 20 જુલાઈથી આ નવો કાયદો અમલમાં આવશે
- 35 વર્ષ જુના ગ્રાહક સુરક્ષા કાયદામાં સરકારે કર્યો બદલાવ
- ગ્રાહકોને મળશે અનેક અઘિકારો
કેન્દ્ર સરકાર દ્રારા અનેક નિયમો હેઠળ દેશની જનતાને અવનવા લાભો આપવામાં આવતા હોય છે ત્યારે ફરી એકવાર મોદી સરકાર 20 જુલાઈના રોજથી નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે,આ નવા કાયદા હેઠળ સૌથી વધુ લાભ ગ્રાહકોને મળી શકે છે,જો સરકારે કરેલા દાવાની વાત કરીએ તો,આવનારા 50 વર્ષ સુધી ગ્રાહકોને કોઈ પણ પ્રકારના નવા નિયમોની જરુર પડી શકશે નહી,શું છે આ નવો કાયદો,એ વિશે વિગતવાર માહીતી મેળવીએ.
આનવારી 20 જુલાઈના રોજથી સમગ્ર દેશભરમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો-વર્ષ 2019 લાગુ કરવામાં આવશે, કેન્દ્ર સરકાર મારફત આ અંગેનું નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવી ચૂક્યું છે,આ કાયદો હવે છેલ્લા 35 વર્ષ જૂના ગ્રાહક સુરક્ષા કાયદા-1986ની જગ્યાએ અમલ કરાશે.
વિતેલા દિવસોમાં ખાદ્ય અને પુરવઠા તથા ગ્રાહક મામલાના મંત્રી એવા રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે,જ્યારે આ નવો કાયદો લાગુ થશે ત્યાર બાદ આવનારા 50 વર્ષ સુધી ગ્રાહકને કોઈ નવો કાયદો બનાવવાની જરૂર જ નહીં પડે. અને આ નવો કાયદો લાગુ થતા જ ઉત્પાદન સંબંધી ભ્રામક જોહેરાત આપવી મોંઘી પડી જશે કારણ હવેથી આ નવા કાયદામાં ભ્રામક જાહેરાતો આપવા પર કડક કાર્યવાહી કરવાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ નવો કાયદો અમલમાં આવતાની સાથે જ ગ્રાહકોને વિવાદોના સમયે અસરકારક રીતે અને ખુબ જ ઝડપથી ઉકેલ લાવવામાં આવશે, આ સાથે જ આ નવા કાયદા અંતર્ગત ઉપભોક્તા અદાલતોની સાથે સાથે એક કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ ઓથોરિટી એટલે કે CCPA ની રચના પણ કરવામાં આવી છે.જેના માધ્યમ દ્રારા ગ્રાહકોના હિત અને રક્ષાનું કઠોરતા પૂર્વક પાલન થાય તેનું ધ્યાન રખાશે,આ સાથે જ આ ઓથોરિટિને અનેક અધિકાર મળવા પાર્ત છે,જેમ કે ગ્રાહકને સજા આપવી દંડ આપવો।
20 જુલાઈથી અમલમાં આવનારા આ નવા કાયદા હેઠળ હવેથી દરેક કોઈપણ ગ્રાહક દેશની કોઈ પણ કન્ઝ્યુમર કોર્ટમાં ફરીયાદ કરી શકે છે,ગ્રાહકે જે તે વસ્તુ કોઈ પણ સ્થળેથી ખરીદી હશે છત્તા પણ તે ફરીયાદ કોઈ પણ જગ્યાએથી કરી શકશે,ત્યાર બાદ ગ્રાહકની ફરિયાદને આધારે તમામ વાતોને ધ્યાનમાં રાખીને જે તે ફરીયાદની સુનાવણી કરાશે
આ નવા કાયદા હેઠળ પીઆઈએલ કે જનહિત અરજી હવે કન્ઝ્યુમર ફોરમમાં જ દાખલ કરી શકાશે. ઓનલાઈન અને ટેલિશોપિંગ કંપનીઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે ,તેની સાથે સાથે ગ્રાહકો અને દુકાનદાર વચ્ચે મધ્યસ્થતા માટે મીડિએશન સેલની ખાસ રચના કરવામાં આવી છે.જેના દ્રારા બન્ને પક્ષની મરજી હશે તો જ મધ્યસ્થતા કરવામાં આવશે
ગ્રાહક સુરક્ષશા હિતનો આ નવો કાયદો આમ તો જાન્યુઆરી મહીથી જ લાગુ કરવામાં આવનાર હતો પરંતુ જે રીતે સમગ્ર દેશમનાં કોરોના સંકટ આવી પડ્યું હતું તેને જોતા મોકૂફ રાખવામાં આવ્યું અને માર્ચ મહીનામાં તે લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો જે હવે આવનારી 20 જુલાઈથી અમલમાં આવશે.
સાહીન-
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

