
દેશની આ મહિલાએ પોતાના વાળથી 12 હજાર કિલોની ડબલ ડેકર બસને ખેંચીની રચ્યો ઈતિહાસ
- આશા રાની નામની મહિલા એ રચ્યો ઈતિહાસ
- 12 હજાર કિલોની બસને પોતાના વાળથી ખેંચી બતાવી
- સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ
દિલ્હીઃ-ભારત દેશમાં અવનવી તાકાત જોવા મળે છે, અનેક લોકોમાં અનેક ખાસિયતો જોવા મળે છે ,કહેવાય છે કે ભારત દેશ મલ્ટીટેલેન્ટેડ લોકોથી ભરેલો છે ત્યારે આજે ફરી એક વખત એક મહિલરાએ પોતાની તાકાત દર્શાવીને ઈતિહાસ રચ્યો છે. વાત જાણે એમ છે કે ભારતની એક મહિલાએ પોતાના વાળથી 12 હજાર કિલોની ડબલ ડેકર બસ ખેંચીને ઈતિહાસ રચી ભારતનું નામ રોશન કર્યું છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ઇટાલિયન શોનું આયોજન થયું હતું છે – એક સાપ્તાહિક વિડિયો શ્રેણી જેમાં ઇટાલીના લો શો ડેઇ રેકોર્ડની સાતમી શ્રેણીના સૌથી આશ્ચર્યજનક, આઘાતજનક અને વિસ્મયકારક રેકોર્ડ પ્રયાસો દર્શાવવામાં આવ્યા હતા .આ સપ્તાહના એપિસોડમાં, આશા ‘ધ આયર્ન ક્વીન’ રાણી (ભારત) ઇટલીના મિલાનમાં ‘લો શો ડેઇ રેકોર્ડ’ના સેટ પર લંડનની ડબલ ડેકર બસને વાળ દ્વારા ખેંચી સૌથી ભારે વાહનને ખંચવામાં પોતાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ ઈતિહાસ રચનારી મહિલાનું નામ આશા રાની છે. આશા ભારતની રહેવાસી છે. આશા રાનીએ વાળ વડે આ પરાક્રમ કર્યું છે, જેને જોઈને લોકો સોશિયલ મીડિયા પર હવે તેની પ્રશંસા ને પ્રસંશા જ કરી રહ્યા છે.આશા રાનીનું આ વપરાક્રમ જો ભવિશ્યમાં તેમને શેમ્પૂની એડ અપાવે તો નવાઈની વાત નહી હોય.
આશારાની ખૂબ સ્ટ્રોંગ મહિલા છે અત્યાર સુધી તેમણે પોતાના નામે 7 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કર્યા છે.તેઓ વેઈટ લિફ્ટર અને વેઈચ લિફ્ટિંગ સાથે જોડાયેલી સ્કિલના કારણે આ કારનામા સળતાથી કરી શકે છે.હાલ આશા રાનીનો બસ ખેંચતો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થી રહ્યો છે.