1. Home
  2. ગુજરાતી
  3. 9/11 હુમલાના આજે 20 વર્ષ પુરાઃ વર્ષો બાદ પણ આજે  આંતક સામે લડાઈ રહ્યું છે અમેરિકા
9/11 હુમલાના આજે 20 વર્ષ પુરાઃ વર્ષો બાદ પણ આજે  આંતક સામે લડાઈ રહ્યું છે અમેરિકા

9/11 હુમલાના આજે 20 વર્ષ પુરાઃ વર્ષો બાદ પણ આજે  આંતક સામે લડાઈ રહ્યું છે અમેરિકા

0
Social Share
  • અમેરિકામાં થયેલા હુમાલને આજે 20 વર્ષ થયા
  • તાલિબાનીઓ સામે આજે પણ લડત ચાલુ

 

દિલ્હીઃ- 9/11 આ કાળો દિવસ કોણ ભૂલી શકે છે જ્યારે અમેરિકામાં ટ્વિન ટાવર પર મોટો હુમલો થયો હતો,વર્ષ 2001  અને 11 સપ્ટેમ્બરના રોજ   અલકાયદાએ અમેરિકાની ઘરતીને હલાવી દીધી હતી.વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં આ દિવસે મોટી આતંકી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં 3 હજાર જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, આ હુમલામાં અલ કાયદા દ્વારા અમેરીકા સહેમી ઉઠ્યું હતું. માત્ર 102 મિનિટમાં 2763 લોકોએ જીવ ગુમાવ્યા. ત્યારે આ ભયાનક આતંકી હુમલાના આજે 20 વર્ષ પુરા થયા છે.

આ દિવસના રોજ આતંકવાદીઓએ પોતાની ક્રૂરતાથી માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ડરાવ્યું હતું. રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના નેતૃત્વમાં, અમેરિકાએ 2001 માં આતંક સામેની લડાઈ શરૂ કરી હતી. પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન, અમેરિકાએ અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને ખતમ કરીને પોતાના પર કરવામાં આવેલા હુમલાનો બદલો લીધો હતો, પરંતુ આતંકવાદ સામેની અમેરિકાની લડાઈ બે દા.કા બાદ પમ આજે ત્યાની ત્યા જોવા મળી રહી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના પરત ફરવાથી આતંકનો નવો ખતરો ઉભો થયો છે. બ્રિટનની એમ 15 ડોમેસ્ટિક સ્પાય સર્વિસના વડા કેન મેક્કુલમનું કહેવું છે કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિએ આતંકવાદીઓને ફરી પ્રોત્સાહન આપ્યું છે. તમામ દેશોએ આતંકવાદી ઘટનાઓ અંગે સતર્ક રહેવું પડશે. આ બાબતે  તાલિબાને કહ્યું છે કે તે અફઘાનિસ્તાનને આતંકવાદી હુમલાના કાવતરા માટે ઉપયોગ કરશે નહીં, પરંતુ સત્ય એ છે કે અફઘાનિસ્તાન પશ્ચિમી દેશો પર આતંકવાદી હુમલાઓનું આશ્રયસ્થાન બની ગયું છે.તાલિબાનીઓની આતંકી પ્રવૃત્તિઓ સતત ચાલુ જોવા મળી રહી છે.વિશ્વના દેશો હવે તાલિબાન પર વિશ્વાસ નહી જ કરી શકે તે વાત પણ સત્ય છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code