1. Home
  2. ગુજરાતી
  3. ચીન સાથેના તણાવ વચ્ચે તવાંગ ક્ષેત્રમાં મોબાઈલ કનેક્ટિવિટી વધારાશે –  કેન્દ્ર વધારાના મોબાઈલ ટાવર લગાવશે
ચીન સાથેના તણાવ વચ્ચે તવાંગ ક્ષેત્રમાં મોબાઈલ કનેક્ટિવિટી વધારાશે –  કેન્દ્ર વધારાના મોબાઈલ ટાવર લગાવશે

ચીન સાથેના તણાવ વચ્ચે તવાંગ ક્ષેત્રમાં મોબાઈલ કનેક્ટિવિટી વધારાશે –  કેન્દ્ર વધારાના મોબાઈલ ટાવર લગાવશે

0
Social Share
  • તવાંગક્ષેત્રમાં વધઘારાના મોબાઈલ ચાવર લગાવશે
  • કેન્દ્ર મોબાઈલ ટાવરથી વધારશે સેન્ય સુવિધાઓ

દિલ્હીઃ- તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ચીન સેના સાથે ભારતીય સેનાની અથડામણની ઘટના સામે આવી ત્યારથી કેન્દ્ર સતત સુરક્ષાને લઈને કાર્ય રી રહી છે ત્યારે હવે સરકારેે તવાંગ વિસ્તારમાં મોબાઈલ ટાવરની સંખ્યા વધારવાની જાહેરાત કરી છે.આ વિસ્તારમાં હાલના મોબાઈલ ટાવર જરૂરી સુવિધાઓ પૂરી પાડવા સક્ષમ નથી. જેના કારણે સંરક્ષણ દળોની સાથે સરહદી વિસ્તારોમાં રહેતા સામાન્ય નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

આવી સ્થિતિમાં સરકારે આ નિર્ણય લીધો છે. અગાઉ સરહદી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક નહોતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને બમ-લા અને વાય-જંકશન પર પણ ઈન્ટરનેટ સેવા અને મોબાઈલ કનેક્ટિવિટી છે,

પ્રાપ્ત જાણકારી પ્રમાણે તવાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 43 નવા ટાવરની માંગ કરાઈ હતી ત્યારે હવે 23 નવા ટાવર લગાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શિયાળામાં મોબાઈલ ટાવર લગાવવા એ એક પડકાર હશે કારણ કે પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના કારણે અનેક પડકારનો સામનો કરવો પડશે

સરકારે લીધેના આજના નિર્ણય પ્રમાણે LAC પર વધુ સારી કનેક્ટિવિટી માટે સરકાર 23 નવા મોબાઈલ ટાવર લગાવવા જઈ રહી છે. તવાંગ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 9 ડિસેમ્બરે યાંગત્સેમાં ભારત-ચીન સૈનિકોની અથડામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ મામલે તવાંગના ડેપ્યુટી કમિશનર કેએન દામોએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણય મુજબ, BSNL અને ભારતી એરટેલ તવાંગમાં કનેક્ટિવિટી સુધારવા માટે 23 નવા મોબાઈલ ટાવર સ્થાપિત કરશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code