
રાજઘાની દિલ્હીમાં જી 20 સમિટને લઈને કડક સુરક્ષા , ‘પેરાગ્લાઈડર’, હોટુ
દિલ્હીઃ આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશના 200 જેટલા શહેરોની ઓળખ કરીને ઠેર ઠેર બેઠકો યોજાઈ રહી છએ ત્યારે આવનારા મહિના સપ્ટેમ્બરમાં જી 20 સમિટ દિલ્હીમાં યોજાનાર છે જેને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિદેશથી આવતા મહેમાનોની સુરક્ષામાં કોઈ ચૂંક ન થાય તે માટે દિલ્હીમાં શાળા કોલેજો પણ બે દિવસ બંઘ રખાયા છે તો હવે અહી પેરાગ્લાઈડર અને હોટ એર બલૂન ઉડાવવા પર પ્રતિબંઘ મૂકી દેવાયો છે.આ સહીત જી-20 સમિટ 9-10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં યોજાવાની છે. પોલીસે જણાવ્યું કે સમિટ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં આવનારા પ્રતિનિધિઓ અને અન્ય પ્રવાસીઓની અવરજવર માટે ડિજિટલ હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે.
વઘુ વિગત અનુસાર આ બાબતે દિલ્હીમાં આદેશ જારી કરાયો છએ જે પ્રમાણે શહેર પોલીસ વડાએ G20 સમિટ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીના અધિકારક્ષેત્રની ઉપર આવા હવાઈ ઉપકરણોની ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે અને ભારતીય દંડ સંહિતા ની કલમ 188 હેઠળ આમ કરવા માટે જાહેર કરાયેલ આદેશનો અનાદર કર્યો છે. જો કોઈ પ્રતિબંઘ હોવા છત્તા આમ કરે છે તો તેના પર આ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.