1. Home
  2. ગુજરાતી
  3. તારક મહેતા સિરિયલ પર કોરોનાનું ગ્રહણ, સુંદર પછી હવે ભીડે માસ્ટર પણ કોરોના પોઝિટિવ
તારક મહેતા સિરિયલ પર કોરોનાનું ગ્રહણ, સુંદર પછી હવે ભીડે માસ્ટર પણ કોરોના પોઝિટિવ

તારક મહેતા સિરિયલ પર કોરોનાનું ગ્રહણ, સુંદર પછી હવે ભીડે માસ્ટર પણ કોરોના પોઝિટિવ

0
Social Share
  • અભિનેતા મંદાર ચંદવાકર કોરોના પોઝિટીવ
  • તારક મહેતામાં ભજવી રહ્યા છે ભીડેનું પાત્ર
  • પોઝિટીવ આવ્યા બાદ શોથી બનાવી લીધી દૂરી
  • સુંદર (મયૂર વાકાણી) પણ થયો કોરોના પોઝિટીવ

મુંબઈ: એક તરફ લોકો કોવિડ રસી લગાવીને પોતાને સુરક્ષિત રાખી રહ્યા છે, તો બીજી તરફ કોવિડના કેસ પણ વધી રહ્યા છે. તો આ સાથે ઘણા સેલેબ્સ કોવિડનો શિકાર પણ બન્યા છે. અને હવે આ લિસ્ટમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં ભીડેનું પાત્ર ભજવનાર મંદાર ચંદવાકર પણ સામેલ થઇ ગયા છે.

મંદારે જાતે જ આ સમાચારની પુષ્ટિ કરી છે. અને કહ્યું છે કે, કોવિડના લક્ષણો ફિલ થતા જ તેણે પોતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો અને તેની રીપોર્ટ પોઝિટીવ આવી.

મંદારે કહ્યું કે,પહેલા મને શરદી થઇ હતી,પણ પછી તે ઠીક થઇ ગઈ હતી. આ પછી હું સ્મેલ અનુભવી શકતો ન હતો અને પછી મેં ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ આવ્યા પછી મને ખબર પડી કે હું કોવિડ પોઝિટીવ છું. રિપોર્ટ મળ્યા પછી મેં તુરંત તારક મહેતાની ટીમને જાણ કરી અને કહ્યું કે, હવે હું શુટ પર ત્યારે આવીશ જ્યારે હું સંપૂર્ણ સ્વસ્થ થઈશ.

આ પહેલા શોમાં દયાબેનનો ભાઈ સુંદરલાલનો રોલ કરનાર મયુર વાકાણી કોવિડ પોઝિટીવ જાણવા મળ્યા હતા. હાલમાં જ મયુરની પત્ની પણ કોવિડ પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે.

-દેવાંશી

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code