
અમેરિકાઃ રાષ્ટ્રપતિ બાઈડને રશિયા સામે વ્યૂહાત્મક સ્થિરતા પર વાતચીત કરવા માટે પ્રસ્તાવ મૂક્યો
- બાઈડને રશિયા સામે મૂક્યો પ્રસ્તાવ
- વ્યૂહાત્મક સ્થિરતા પર અનેક મુદ્દા પર થશે વાતચીત
- યીએસમાં ચૂંટણી વખતે રશિયાએ કરી હતી દખલ
દિલ્હી – અમેરિકામાં વિતેલા વર્ષ દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ અને હેકિંગ માટે 10 રશિયન રાજદ્વારીઓને હાકી કાઢ્યા બાદ હવે રાષ્ટ્રપતિ જો બાયડેને રશિયા સાથે વ્યૂહાત્મક સ્થિરતા પર વાતચીત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બંને દેશોના અધિકારીઓએ આવનારા દિવસોમાં શિખર સમ્મેલનની સંભાવના અંગે પણ ચર્ચા કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ 10 રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાના હુકમ પર હસ્તાક્ષર કર્યા પછી અનેક કંપનીઓ અને સંસ્થાઓ સહિત 30 થી વધુ લોકો પર પ્રતિબંધ મૂક્યા બાદ, બાઈડેને કહ્યું હતું કે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર થયેલી વાતચીતમાં તેમણે બન્ને દેશો સામેના કેટલાક મુદ્દાઓના સમાધાન માટે આગામી દિવસોમાં યુરોપમાં સમિટની દરખાસ્ત કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે, “અમારી ટીમ આ સંભાવના પર ચર્ચા કરી રહી છે કે જો આ સમિટ થાય, તો અમેરિકી અને રશિયા શસ્ત્ર નિયંત્રણ અને સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ શરૂ કરવા માટે વ્યૂહાત્મક સ્થિરતાની વાટાઘાટો શરૂ કરી શકે છે.” યુક્રેનની સરહદ અને ક્રિમીઆમાં રશિયન સૈનિકોના નિર્માણ અંગે ચિંતા વ્યક્ત કરતાં બિડેને કહ્યું, “ઇરાન અને ઉત્તર કોરિયા સહિત ઘણા મુદ્દાઓ છે, જેના પર યુએસ અને રશિયાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.
સાહિન-