
બીઆરઓની પ્રથમ મહિલા કમાન્ડિગ ઓફિસર તરીકે વૈશાલી હિવાસેની નિમણુક કરાઈ
- બીઆરઓની પ્રથમ મહિલા કમાન્ડિગ ઓફિસરની થઈ નિમણૂક
- વૈશાલી હિવાસેની આ પદ માટે નિમણૂક કરાઈ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં હવે મહિલાઓ અનેક હોદ્દા પર જોવા મળી રહી છે, પુરુષ પ્રધાન દેશમાં હવે મહિલાઓનો દબદબો જોવા મળે છે, ખાનગી ક્ષત્રો હોય કે પછી સરકારી મહિલાઓ હવે દરેક દગ્યાએ કાર્યભાર સંભાળતી જોઈ શકાય છે, ત્યારે હવે સેનાને લગતી દરેક કામગીરીમાં પમ મહિલાઓની નિમણુક થઈ રહી છે.તાજેતરમાં બીઆરઓમાં એક ખાસ પદ માટે એક મહિલાની પસંદગી કરવામાં આવી છે
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસર તરીકે વૈશાલી હિવાસેની નિમણૂક કરવામાં આવી છે. ભારત-ચીન સરહદ પર સેના અને જરૂરી સામગ્રીની અવરજવર માટેની જવાબદારીનો કાર્યભાર હવે આ મહિલા ઓફિસર સંભાળશે.
આ સમગ્ર મામલે. બીઆરઓ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, વૈશાલીને પ્રથમ મહિલા કમાન્ડિંગ અધિકારી બનાવવાનો સંસ્થાને ગર્વ છે. વર્ધા મહારાષ્ટ્રની વૈશાલીએ એમટેક પછી કારગિલમાં સફળતાપૂર્વક તેનો પાછલો કાર્યકાળ પૂર્ણ કર્યો.
સાહિન-