
ઓઈલ ઉત્પાદમાં પ્રથમ ક્રમે વેનેઝુએલા, રશિયા આઠમાં ક્રમે
અમેરિકાએ પાકિસ્તાન સાથે મોટો વેપાર કરાર કરીને ભારતને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે અમેરિકા પાકિસ્તાન સાથે મળીને વિશાળ તેલ ભંડાર વિકસાવશે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન ભવિષ્યમાં ભારતને તેલ વેચી શકે છે. અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો અને પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જો કે, યુએઈ સહિત વિશ્વના આ દસ દેશ સૌથી વધુ તેલ ભંડાર ધરાવે છે.
વેનેઝુએલાઃ તેલ ભંડારની બાબતમાં વેનેઝુએલા પ્રથમ ક્રમે છે. જેની પાસે 303 અબજ બેરલથી વધુ તેલ ભંડાર છે. આ વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે, પરંતુ પુષ્કળ તેલ હોવા છતાં, રાજકીય અસ્થિરતા, યુએસ પ્રતિબંધો અને નબળા માળખાગત સુવિધાઓને કારણે વેનેઝુએલા તેનો સંપૂર્ણ લાભ લઈ શકતું નથી.
સાઉદી અરેબિયાઃ સાઉદી અરેબિયા બીજા નંબરે છે, જેની પાસે 267 અબજ બેરલ તેલ ભંડાર છે. જે વિશ્વના કુલ ભંડારના આશરે 16 થી 17 ટકા છે.
ઈરાનઃ તેલ સંગ્રહની દ્રષ્ટિએ ઈરાન ત્રીજા ક્રમે છે, જેની પાસે ૨૦૯ અબજ બેરલ તેલ ભંડાર છે. વેનેઝુએલા અને ઈરાન એવા દેશોમાં સામેલ છે જ્યાં પેટ્રોલનો ભાવ સૌથી ઓછો છે.
કેનેડાઃ કેનેડા ચોથા ક્રમે છે. તેની પાસે ૧૬૩ અબજ બેરલ તેલ ભંડાર છે, જે વિશ્વના ૯.૩ ટકા છે.
ઈરાકઃ ઈરાક મહત્તમ તેલ ભંડારની દ્રષ્ટિએ પાંચમા ક્રમે છે. તેની પાસે ૧૪૫ અબજ બેરલ તેલ ભંડાર છે.
સંયુક્ત આરબ અમીરાત (UAE) : તેલ ભંડારમાં UAE છઠ્ઠા ક્રમે છે. તેની પાસે ૧૧૩ અબજ બેરલ તેલ ભંડાર છે, ખાસ કરીને અબુ ધાબીમાં.
કુવૈત : મહત્તમ તેલ ભંડારની દ્રષ્ટિએ ખાડી દેશ કુવૈત સાતમા ક્રમે છે. તેની પાસે ૧૦૧.૫ અબજ બેરલ તેલ ભંડાર છે.
રશિયા : રશિયા આઠમા ક્રમે છે. તેની પાસે ૮૦ અબજ બેરલ તેલ ભંડાર છે.
અમેરિકા : અમેરિકા પાસે પણ મોટા પ્રમાણમાં તેલ ભંડાર છે. અમેરિકા ૫૫.૨૫ અબજ બેરલ તેલ અનામત સાથે વિશ્વનો નવમો સૌથી મોટો તેલ અનામત દેશ છે.
લિબિયા : લીબિયા તેલ અનામતની દ્રષ્ટિએ દસમા સ્થાને છે. તેની પાસે ૪૮.૩૬ અબજ બેરલ તેલ અનામત છે.
• આ સૌથી મોટા તેલ આયાતકાર દેશો
જો આપણે વિશ્વના સૌથી મોટા તેલ આયાતકાર દેશો વિશે વાત કરીએ, તો તેલની દ્રષ્ટિએ સમૃદ્ધ હોવા છતાં, અમેરિકા આ યાદીમાં પ્રથમ ક્રમે છે. તેલ આયાતકારોમાં અમેરિકા અને ચીન ટોચ પર છે જ્યારે ભારત ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. ભારત તેની તેલ જરૂરિયાતના 85 ટકા આયાત કરે છે.