1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાના ભાવી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો દાવો, તેની પાસે સૌથી મજબૂત અને અનુભવી ટીમ
અમેરિકાના ભાવી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો દાવો, તેની પાસે સૌથી મજબૂત અને અનુભવી ટીમ

અમેરિકાના ભાવી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો દાવો, તેની પાસે સૌથી મજબૂત અને અનુભવી ટીમ

0
Social Share
  • અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આપ્યુ મોટું નિવેદન
  • કહ્યું મારી પાસે સૌથી અનુભવી અને મજબૂત ટીમ
  • આ ટીમ કોરોનાકાળમાં અમેરિકાને મદદ કરવા પ્રતિબદ્ધ છે

દિલ્લી: અમેરિકામાં થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિ ચૂંટણી થઈ હતી જેના પરિણામ હવે લગભગ નક્કી જેવા જ છે. અમેરિકા હવે બાઈડન અને કમલા હેરિસની  સરકાર બનવા જઈ રહી છે ત્યારે અમેરિકા કમલા હેરિસ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિના ઈલેક્શન પછી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ  તરીકે પોતાની એક નવી ટીમ બનાવી છે. આ ટીમ કમલાને વૈશ્વિક બાબતો અંગે સલાહ આપશે. કમલાએ કહ્યું કે મારી પાસે અનુભવી લોકોની ટીમ છે. અમારી ટીમ ખૂબ જ મજબૂત છે. આ ટીમ કોરોના રોગચાળા વચ્ચે અમેરિકન લોકોની સેવા કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. યુનાઇટેડ સ્ટેટ્સના નવનિર્મિત રાષ્ટ્રપતિ, જો બાઈડન અને કમલા હેરિસ 20 જાન્યુઆરીએ ચાર્જ સંભાળશે. આ પહેલા બંને નેતાઓએ પોતાની ટીમ બનાવવાની શરૂઆત કરી દીધી છે. વિશેષ વાત એ છે કે આ વખતે અમેરિકન રાષ્ટ્રપતી ભવનમાં મહિલાઓની હનક હશે. કમલા હેરિસે તેની મહિલા બ્રિગેડની જાહેરાત કરી છે.

ટીના ફ્લોરનોય ચીફ ઓફ સ્ટાફ બની

કમલાએ ચીફ ઓફ સ્ટાફ, ઘરેલું નીતિ સલાહકાર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના હોદ્દા પર એક મહિલા ટીમ બનાવી છે. તેણે કહ્યું કે તેની ટીમને પ્રથમ દિવસથી કામ કરવાનો અનુભવ છે. ચીફ ઓફ સ્ટાફ તરીકે ટીના ફ્લોરનોયની નિમણૂક કરવામાં આવી છે. કમલા હેરિસે ટીના ફ્લોરનોયને ચીફ ઓફ સ્ટાફના પદ પર નિયુક્ત કર્યા. તેમણે કહ્યું કે ટીના નીતિ વિશેષજ્ઞ. તેને આ ક્ષેત્રમાં લાંબો અનુભવ છે. સાર્વજનિક સેવાના ક્ષેત્રમાં તેમની લાંબી કારકીર્દિ તેમને આ મહત્વપૂર્ણ પદ માટે યોગ્ય અને સક્ષમ બનાવે છે.

અમેરિકામાં સત્તામાં પરિવર્તન થતા કેટલાક દેશો એવી પણ આશા રાખી રહ્યા હતા કે અમેરિકા સાથે તેમનું વેપાર યુદ્ધ ઓછુ થશે અને ફરી વાર તેમને આર્થિક ઘોરણે ફાયદો થશે. આગામી સમયમાં બાઈડનની સરકારે તે પણ સાબીત કરવાનું રહેશે કે તેઓ ડોનાલ્ડ ટ્રંપ કરતા કેટલા અંશે વધારે સક્ષમ છે અને અમેરિકાના દુશ્મન દેશોને કેવી રીતે ટકશે.

_Vinayak

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code