1. Home
  2. ગુજરાતી
  3. પંજાબમાં મહિલાને માર મારીને અર્ધનગ્ન કરવાનો વીડિયો વાયરલ, 4ની ધરપકડ
પંજાબમાં મહિલાને માર મારીને અર્ધનગ્ન કરવાનો વીડિયો વાયરલ, 4ની ધરપકડ

પંજાબમાં મહિલાને માર મારીને અર્ધનગ્ન કરવાનો વીડિયો વાયરલ, 4ની ધરપકડ

0
Social Share

તરન તારન: મહિલાને અર્ધનગ્ન કરીને વીડિયો બનાવીને વાયરલ કરવાના મામલે પંજાબના તરન તારનની પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે તરન તારનના કસ્બા વલ્તોહાની વતની એક મહિલાને તેના પાડોશમાં રહેતા પરિવારે પહેલા મારી હતી, બાદમાં તેના કપડાં ઉતાર્યા. આ અર્ધનગ્ન મહિલાનો વીડિયો બનાવીને તેને વાયરલ પણ કરવામાં આવ્યો હતો.

પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પુત્રએ એક માસ પહેલા પાડોશમાં રહેતી યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેનાથી યુવતીની માતા અને ભાઈ નારાજ હતા.

પીડિતાએ પોલીસને કહ્યું છે કે આ વાતનો બદલો લેવા માટે યુવતીના પરિવારજનો તેના ઘરની બહાર બૂમરાણ કરવા લાગ્યા. જ્યારે મહિલા ઘરની બહાર નીકળી, તો તેની સાથે મારપીટ કરવામાં આવી. પછી તેના કપડાં ફાડીને વીડિયો બનાવવામાં આવ્યો અને તેને સોશયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો.

આ ઘટના દરમિયાન મહિલા મદદ માટે બૂમો પાડતી રહી. પરંતુ કોઈએ પણ મહિલાની મદદ કરી નહીં. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાય ગઈ. પોલીસ પર પણ કાર્યવાહીનું દબાણ બનવા લાગ્યું હતું. પીડિતાનો આરોપ છે કે તેણે 31માર્ચની રાત્રે જ પોલીસને મામલાની ફરિયાદ કરી હતી.

પરંતુ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો ન હતો. ઘટનાનો અહેવાલ પણ ચાર એપ્રિલે નોંધાયો હતો. આ મામલામાં મહિલા પંચે પણ પોલીસને રિપોર્ટ તલબ કર્યો છે. પોલીસે શનિવારે કાર્યવાહી કરતા મામલામાં ચાર આરોપીઓને એરેસ્ટ કર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code