
મણીપુરમાં ફરી હિંસા ભડકી, હિંસક ટોળાએ સીએમના પિતૃક ઘરને બનાવ્યું નિશાન
ઈમ્ફાલઃ- મે મબિનાની શરુઆતથી મણીપુરમાં હિંસા ભડકી હતી બે સમુદાય વચ્ચે શરુ થયેલી હિંસા હાલ પણ શઆંત થયેલી જોવ મળી નથી ત્યારે ફરી એક વખત અહી હિંસા ભડકી છે,તાજેતરમાં બે યુવકોની હત્યા બાદ મામલો હરમાયો છે.
મણિપુરની ઈમ્ફાલ ખીણમાં સુરક્ષા વ્યવસ્થા અને કર્ફ્યુ હોવા છતાં ભીડે મુખ્ય મંત્રી એન. બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક મકાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષા દળોએ હવામાં ગોળીબાર કરીને પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રાજ્યની રાજધાનીના મધ્યમાં એક અલગ સત્તાવાર આવાસમાં રહે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “ઈમ્ફાલના હિંગંગ વિસ્તારમાં મુખ્યમંત્રીના પૈતૃક આવાસ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ભીડને નિવાસસ્થાનથી લગભગ 100-150 મીટર પહેલા રોકી હતી.
આ બબાતને લઈને અધિકારીએ વઘુમાં જણાવ્યું હતું કે આવાસમાં હવે કોઈ રહેતું નથી, જોકે તે 24 કલાક સુરક્ષા હેઠળ છે. “લોકોના બે જૂથો જુદી જુદી દિશામાંથી આવ્યા હતા અને મુખ્ય પ્રધાનના પૈતૃક નિવાસસ્થાનનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમને અટકાવવામાં આવ્યા હતા. પોલીસ દ્રારા ગેસના સેલ પણ ઢોીને ભીડને નિયંત્રણમાં લેવામાં આવી હતી.