
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે ઈરાન પર લગાવવામાં આવેલા ઓઈલ પ્રતિબંધોને લઈને “ભારત જેવા સારા મિત્રો અને સમજદારીના સહયોગથી અમે ખુશ પણ છીએ અને સંતુષ્ટ પણ છીએ ” અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસને ઈરાનના વિદેશ મંત્રી ઝવાદ ઝફિર પર પ્રતિબંધ લગાવી દીધો છે જેના કારણે ઈરાન અને અમેરીકા વચ્ચે વિવાદ વધ્યો છે, ટ્રમ્પ તરફથી ઝરીફ પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ એક વરિષ્ટ અધિકારીને કોંન્ફ્રેસ કોલમાં કહ્યું કે “ હું ભારત જેવા સમજદાર મિત્રના સહયોગથી ધણો ખુશ છું વધુમાં તેમણે કહ્યું કે અમેરીકા ,ચીન જેવા દેશથી પણ ખુશ છે જેના થી આટલુ સારુ તાલમેળ નથી છતા તેમણે વ્યાપારની દ્રષ્ટીએ ઈરાનને પડતું મુકીને અમેરીકાને પસંદ કર્યું ”
ભારતે ઈરાનથી ઈંધણની આયાત કરવાનું પ્રમાણ શૂન્ય કરી નાખ્યું છે જેના સાથે તેમના ઐતિહાસિક અને સાંસકૃતિક સંબધો હતા , અધિકારીએ જણાવ્યું કે ઈરાનનું ઓઈલનું રોકાણ જુલાઈમાં એક લાખ બેલર પ્રતિ દિવસનું હતું જે પહેલા 7 લાખ 81 હજાર બેલરની સરખામણીમાં ધણું ઓછુ છે તેમણે આ વાતનો શ્રેય ટ્રમ્પની સરકારને આપ્યો.
તેમણે વધુમા જણાવ્યું હતુ કે ઈરાન પાસે વ્યાપારીક નેનૃત્વના રુપમાં આપવા માટે કઈજ ખાસ
છે નહી,અધિકારીએ ભારત અને ઈરાનના વચ્ચમાં ઓઈલનો વ્યાપાર તેમની કરન્સીમાં કરવાની
વાતને લઈને પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે અમેરીકા ખાસ કરીને ભારતની
પ્રસંશા કરે છે અને તે ભારતની અનેક આવશ્યક્તાઓનું ધ્યાન આપતું રહેશે.
ઉલ્લેખનીય છે કે વીતેલા દિવસોમાં અમેરીકાએ એક ઐતિહાસિક પગલું ભરતા ઈરાનના વિદેશ
મંત્રી ઝવાદ ઝફીર પર રોક લગાવી હતી, અમેરીકા એ
રોક એ માટે લગાવી હતી કે ઝફીરે દેખી અદેખી રીતે ઈરાનના સર્વોચ્વ નેતા તરફથી
તેમના માટે કઈક કામ કરે તેવા કોઈજ અણસાર નહતા.