1. Home
  2. ગુજરાતી
  3. અરે વાહ! ચશ્મામાંથી પડી શકશે ફોટો અને શેર પણ થઈ શકશે, ફેસબુકે લોન્ચ કર્યા આ ચશ્મા
અરે વાહ! ચશ્મામાંથી પડી શકશે ફોટો અને શેર પણ થઈ શકશે, ફેસબુકે લોન્ચ કર્યા આ ચશ્મા

અરે વાહ! ચશ્મામાંથી પડી શકશે ફોટો અને શેર પણ થઈ શકશે, ફેસબુકે લોન્ચ કર્યા આ ચશ્મા

0
Social Share
  • ટેક્નોલોજીની નવી દુનિયામાં નવી શોધ
  • ફેસબુકે લોન્ચ કર્યા નવા ચશ્મા
  • ચશ્માથી ફોટો લઈ શકાશે, શેર પણ કરી શકાશે

ટેક્નોલોજીની દુનિયામાં હવે જેટલા સુધારા આવે એટલું ઓછું છે. ટેક્નોલોજીની દુનિયામાં રોજ નવા નવા પ્રકારના બદલાવ આવતા હોય છે, તો કેટલીક વાર નવી ટેક્નોલોજી પણ આવતી હોય છે. ફેસબુક દ્વારા હવે એવા ચશ્મા લોન્ચ કરવામાં આવ્યા છે જેનાથી ફોટો લઈ શકાય છે અને તે ફોટાને શેર પર કરી શકાય છે.

ફેસબુક કંપનીએ Ray-Ban સાથે પાર્ટનરશિપ કરીને પોતાનો પહેલા સ્માર્ટ ગ્લાસિઝ Ray-Ban Stories ને લોન્ચ કરી દીધી છે. સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક પણ પોતાના યૂઝર્સ માટે નવી નવી સુવિધાઓ લઈને આવે છે.

આ બાબતે કંપનીનું કહેવું છે કે આ ડિવાઈસથી યૂઝર્સના ફોટો-વીડિયો કેપ્ચર કરવા, સોન્ગ સાંભળવા અને ફોન કોલ કરવાનો અંદાજ બદલાઈ જશે. આ ગ્લાસિઝને Ray-Ban મેકર એસિલરલક્ષોટ્ટિકા સાથે મળીને બનાવ્યા છે. આ ગ્લાસીસ પહેરીને લોકો ગીતો પણ સાંભળી શકે છે. ફોટોઝને તેઓ ફેસબુક પર શેયર પણ કરી શકે છે. કંપનીએ જણાવ્યુ કે આ ગ્લાસિઝની કિંમત 299 ડૉલરથી સ્ટાર્ટ થશે.

આ ચશ્માના ફીચરની જો વાત કરવામાં આવે તો રેબન સ્ટોરિઝમાં 5 MPનો ડ્યુઅલ ઈન્ટીગ્રેટેડ કેમેરા આપવામાં આવ્યો છે, જેની મદદથી ફોટો લઈ શકાય છે અને 30 સેકન્ડ સુધીનો વીડિયો પણ બનાવી શકાય છે. ફોટોઝ ક્લિક કરવા માટે કેપ્ચર બટન અથવા તો હેન્ડ્સ ફ્રી ફેસબુક આસિસ્ટન્ટ વોઈસ કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે.તેમાં હાર્ડ વાયર્ડ એલઈડી લાઈટ્સ પણ આપવામાં આવી છે, જેની મદદથી લોકોને ખબર પડશે જ્યારે પણ તમે ફોટોઝ અથવા વીડિયો લઈ રહ્યા હશો. તેમાં બિલ્ટ ઈન ઓપન ઈયર સ્પિકર્સ પણ આપવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code