1. Home
  2. ગુજરાતી
  3. સેક્સનો ઈન્કાર કરવાને કારણે મોડલની ફોટોગ્રાફર મુઝામ્મિલે કરી હતી હત્યા!
સેક્સનો ઈન્કાર કરવાને કારણે મોડલની ફોટોગ્રાફર મુઝામ્મિલે કરી હતી હત્યા!

સેક્સનો ઈન્કાર કરવાને કારણે મોડલની ફોટોગ્રાફર મુઝામ્મિલે કરી હતી હત્યા!

0

મુંબઈમાં એક 19 વર્ષના ફોટોગ્રાફરે એક 20 વર્ષની ઉભરતી મોડલને માત્ર એટલા માટે મોતને ઘાટ ઉતારી દીધી, કારણ કે તેણે ફોટોગ્રાફર સાથે શારીરિક સંબંધ બનાવવાનો ઈન્કાર કર્યો હતો. આ ઘટના 15 ઓક્ટોબર, 2018ની છે અને તાજેતરમાં પોલીસે આના સંદર્ભે ચાર્જશીટ દાખલ કરી છે.

પોલીસે જણાવ્યું છે કે આરોપી ફોટોગ્રાફર સૈયદ મુજામ્મિલની આ ઘટનાના થોડાક દિવસો પહેલા જ મોડલ માનસી દિક્ષિત સાથે મુલાકાત થઈ હતી.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, પેહલી નજરે જ સૈયદ મુજામ્મિલને માનસી દિક્ષિત ઘણી સારી લાગવા માંડી હતી. બાદમાં તેણે મોડલને પોતાના મકાન પર એક ફોટોશૂટ માટે બોલાવી હત. જેવી મોડલ તેના મકાન પર પહોંચી કે ફોટોગ્રાફરે તેને પોતાની સાથે સુવા માટે જણાવ્યું હતું. માનસીએ તેનો ઈન્કાર કરતા ફોટોગ્રાફર સૈયદ મુજામ્મિલે તેની હત્યા કરી દીધી હતી.

પોલીસને આપવામાં આવેલા કથિત નિવેદનમાં સૈયદ મુજામ્મિલે કથિત નિવેદન આપ્યું છે કે “ મે તેને એક ફોટોશૂટના બહાને બોલાવી અને તેની સાથે સેક્સ કરવાની માગણી કરી હતી. જ્યારે તેણે આનો ઈન્કાર કર્યો હતો, તો મે લાકડાનું સ્ટૂલ તેના માથા પર મારી દીધું હતું.”

ચાર્જશીટમાં લખવામાં આવ્યું હતું કે ઈજા પહોંચ્યા બાદ જ્યારે બેસુદ્ધ હાલતમાં માનસી દિક્ષિત જમીન પર પડી ગઈ, તો સૈયદ મુજામ્મિલે તેનું ઉત્પીડન કર્યું અને રેપ કરવાની પણ કોશિશ કરી હતી. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે મોડલના ગુપ્તાંગ પર થયેલી ઈજાથી આ વાત સામે આવી છે કે તેના પર રેપની કોશિશ થઈ હતી.

આના પછી ફોટોગ્રાફર સૈયદ મુજામ્મિલે રસ્સી અને મોજાથી મોડલનું ગળું ઘોંટી દીધું હતું. આરોપીએ એક બેગમાં મોડલની લાશ મૂકી અને પછી એક કેબ બુક કરાવી હતી. જો કે જ્યારે કેબ ડ્રાઈવરે પુછયું કે આ બેગ આટલી ભારે કેમ છે, તો ફોટોગ્રાફર મુજામ્મિલે કેબ કેન્સલ કરાવી દીધી હતી.

અંગ્રેજી અખબારમા પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ, સૈયદે ફરી એકવાર કેબ બુક કરાવી અને આ વખતે તેણે લોકેશન એરપોર્ટનું નાખ્યું હતું. જો કે અંદર બેઠા પછી તેનું મન બદલાયું અને મલાડની પાસે કોઈ સ્થાન માટે તેણે મેપમાં લોકેશન નાખ્યું હતું.

અંગ્રેજી અખાબરમાં પ્રકાશિત અહેવાલમાં કેબ ટ્રાઈવરને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે તે કેબમાંથી બહાર આવ્યો, તેણે ઉતાવળમાં બેગ ફૂટપાથ પાસે મૂકી અને ઓટોરીક્ષામાં ચાલ્યો ગયો હતો.

બાદમાં કેબ ડ્રાઈવરે પોલીસને ફોન કર્યો અને જે પણ કંઈ જોયું તેની પોલીસને જાણકારી આપી હતી. પોલીસને બેગમાં માનસી દિક્ષિતની લાશ મળી હતી. તેના ગળા પર દોરડું હજીપણ લાગેલું હતું. બાદમાં પોલીસે સૈયદ મુજામ્મિલની ભાળ મેળવીને તેની ધરપકડ કરી હતી. પોલીસે મુઝામ્મિલની ઓશિવારા એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરી હતી. જ્યારે તેઓ તેના પરિવાર સુધી પહોંચ્યા, તો કહેવામાં આવ્યું હતું કે મુઝામ્મિલ હૈદરાબાદથી મુંબઈમાં તેના સગાંને ત્યાં આવ્યો હતો. પોલીસે ફોટોશૂટ્સ માટે જેમનો સંપર્ક કર્યો હતો, તેવી બે મહિલાઓના પણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા હતા.

જ્યારે મહિલાઓને એરફોર્સના ફાઈટર પાયલટ બનાવાઈ રહી છે અને તેમને સેનામાં કોમ્બેટ રોલ આપવા માટેની માગણી થઈ રહી છે. ત્યારે મહિલાઓને પુરુષ સમાન દરજ્જો તમામ ક્ષેત્રમાં આપવાની વાત વચ્ચે દરેક ક્ષેત્રમાં મહિલાઓ સાથે થઈ રહેલી જાતીય અત્યાચારની જઘન્યતાથી લગભગ કોઈ ક્ષેત્ર અછૂતું નથી.

વળી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને મીટુ હેઠળના આરોપોની ઘટનાઓને કારણે મહિલાઓની સુરક્ષાને લઈને ખાસી બદનામ છે. તેવામાં મોડલની હત્યા મામલે ચાર્જશીટના ખુલાસાએ ફરી એકવાર ભારતમાં મહિલાઓની સ્થિતિના દાવાઓને ખોખલા સાબિત કર્યા છે.

આમ તો મહિલાઓ સાથે થતા જાતીય ગુના અને બળાત્કારની ઘટનાઓની કોઈ જાતિ કે ધર્મ હોતી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code