
એક દિવસ પહેલા એક વિડિયો વાયરલ થયેલો હતો જેમાં ઈગ્લેંડના સ્ટેડિયમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મેચમાં એક મહિલાએ પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવીને લોકોનું ધ્યાન પોતાના તરફ દોર્યું હતું અને આ મહીલાનું કહેવું છે તે પોતે મૂળ અમદાવાદની છે. જેને કારણે તેનો વિડિયો વાયરલ થતા ગુજરાત તેમજ ભારતભરની જનતા રોષે ભરાય છે અને તે યુવતીને દેશ નિકાલ કરવાની વાતો કરે છે તો કોઈક વળી તેને દેશદ્રોહી કહી રહ્યુ છે.આ મહિલાનો વીડિયો કેનેડાના વતની અને જાણીતા પત્રકાર અને લેખક તારીક ફતેહે શેર કર્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વિવાદ છંછેડાયો છે. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મુદ્દે તપાસ શરૂ કરી હોવાના અહેવાલો સામે આવ્યો છે.