
ભારત નંદન અભિનંદનની પાકિસ્તાનથી વતન વાપસી, શૌર્યને વંદન કરવા વાઘા-અટારી બોર્ડર પર મોટી ભીડ
વાયુસેનાના વરિષ્ઠ અધિકારી વાઘા બોર્ડર પહોંચી ચુક્યા છે. એર વાઈસ માર્શલ આરજીકે કપૂર અને એર વાઈસ માર્શલ પ્રભાકરણ બંને વિંગ કમાન્ડર અભિનંદનને રિસીવ કરવા માટે અહીં હાજર રહે.

હવે ગણતરીની મિનિટોમાં વિંગ કમાન્ડર અભિનંદન ભારતની ધરતીને ફરીથી વંદન કરશે. અભિનંદનના શૌર્યને વંદન કરવા માટે વાઘા-અટારી બોર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી ચુક્યા છે.
વિંગ કમાન્ડર અભિનંદન ઈસ્લામાબાદથી લાહોર અને લાહોરથી વાઘા બોર્ડર પહોંચી ચુક્યા છે. તેમની ભારત વાપસીને લઈને દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ થઈ ચુકી છે.
વિંગ કમાન્ડર અભિનંદનને રિસીવ કરવા માટે અધિકારીઓ વાઘા બોર્ડર ખાતે પહોંચી ચુક્યા છે. સેનાની ચાર ગાડીઓ વાઘા બોર્ડર પહોંચી ચુકી છે. વિંગ કમાન્ડર અભિનંદનનો પરિવાર વાઘા બોર્ડર પર પહોંચી ચુક્યો છે. વાયુસેનાના અધિકારીઓ પણ વાઘા બોર્ડર પહોંચી ચુક્યા છે.
વિંગ કમાન્ડર પાકિસ્તાનથી પાછા આવ્યા બાદ પહેલા અમૃતસર જશે. બાદમાં વાયુસેનાના વિમાન દ્વારા તેઓ દિલ્હી પહોંચશે.
પાકિસ્તાનની ધરતી પર ભારતના બહાદૂર સૈનિકે દર્શાવેલા શૌર્યને વંદન કરવા માટે વાઘા-અટારી બોર્ડર પર ત્રીસથી પાંત્રીસ હજાર લોકોની ભીડ દેશભક્તિની ભાવનાથી તરબતર થઈને પહોંચી છે.