1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ, ગીર સોમનાથની 10થી વધુ બોટ ડૂબતા 12 માછીમારો લાપત્તા, 4ને બચાવાયા
સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ, ગીર સોમનાથની 10થી વધુ બોટ ડૂબતા 12 માછીમારો લાપત્તા, 4ને બચાવાયા

સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ, ગીર સોમનાથની 10થી વધુ બોટ ડૂબતા 12 માછીમારો લાપત્તા, 4ને બચાવાયા

0
Social Share

વેરાવળઃ ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે જ ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 10થી વધુ બોટો દરિયામાં ડૂબી જતાં  12 માછીમારો  લાપતા થયા છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે. બે હેલિકોપ્ટર દ્વારા દરિયામાં ગુમ થયેલા માછીમારોની શોધખોળ કરવામાં આવી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈના પ્રવાસે હતા જ્યાં તેમણે બોટમાં રહેલા 12 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓ સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જાણ થતાં ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી હતી.. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી હતી.

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઇ કરેલી આગાહી મુજબ રાજ્યના જુદા-જુદા વિસ્‍તારો-તાલુકાઓમાં ભારે પવન સાથે માવઠા રૂપી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી દરીયામાં ભારે કરંટની સ્થિતિ વર્તાતી હતી. જેમાં ગત મોડી રાત્રે જિલ્‍લાના ઉનાના નવાબંદર ખાતે ફુંકાયેલા ભારે પવનના કારણે મોટી ખુમારી થઇ છે. બે-એક કલાક સુઘી ફુંકાયેલા તોફાની પવનના કારણે નવાબંદરના દરીયા કિનારે લાંગરેલી સેંકડો ફીશીગ બોટો પૈકી 10 જેટલી બોટોને મોટું નુકસાન થતા ટોટલ લોસ બની જતા જળસમાઘિ લઇ લીઘી છે.

જ્યારે 40 જેટલી બોટોને એક-બીજા સાથે અથડાવવાના કારણે નાનું-મોટું નુકસાન થયુ છે. જ્યારે લાંગરેલ બોટોમાં સુતેલા પૈકીના 12 ખલાસીઓ દરિયામાં લાપતા બન્‍યા છે. જેની શોઘખોળ હાથ ધરી બચાવવા માટે તંત્ર પાસે મદદ માંગી છે. નવાબંદરમાં થયેલી ખુવારી અંગે તંત્રને જાણ કરાતા પ્રાંત અઘિકારી, મામલતદાર, પોલીસ વિભાગના અધિકારીઓ દોડી આવ્‍યા હતા.

આ અંગે ઉનાના પ્રાંત અધિકારી જે.જે.રાવલના જણાવ્‍યા મુજબ, ભારે પવનના કારણે નવાબંદરમાં થયેલી ખુવારી અંગે તંત્રને જાણ થતા વહેલી સવારથી જ લાપતા બનેલા ખલાસીઓ અને બોટોને બચાવવા માટે કોસ્‍ટગાર્ડ, મરીન પોલીસ અને માછીમાર સમાજના લોકોને સાથે રાખી હેલીકોપ્‍ટરની મદદ લઇ રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં લાપતા બનેલા પૈકીના 4 ખલાસીઓને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હાલ બાકીના લાપતા ખલાસીઓ-બોટોની શોધખોળ તંત્રની ટીમ કરી રહી છે. ભારે તોફાની પવન ફૂંકાવવાના લીધે નવાબંદરના દરિયામાં લાપતા બનેલા ખલાસીઓને શોધવા તંત્રએ કોસ્ટગાર્ડ અને નેવીની મદદ લીધી છે. હાલ કોસ્ટગાર્ડનું 1 હેલિકોપ્ટર અને નેવીના 1 પ્લેન દ્વારા નવાબંદરની આસપાસના દરીયામાં શોધખોળ હાથ ધરી છે. હજુ પણ 8 ખાલીસો લાપતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code