ખરગોનમાં એક પછી એક ટપોટપ 150 પોપટના મોત, PMમાં થયો ચોંકાવનારો ખુલાસો
ભોપાલ, 2 જાન્યુઆરી 2026 : મધ્યપ્રદેશના ખરગોનમાં નર્મદા નદીના કિનારે અજ્ઞાત કારણોસર લગભગ 150 જેટલા પોપટના મોત થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ પોપટના મોત ફુડ પોઈઝનને કારણે થયાનું કહેવાય છે. વહીવટી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પસુ ચિકિત્સા વિભાગની ટીમે વિસેરા તપાસ માટે ભોપાલ અને જબલપુર મોકલી આપ્યાં છે. તપાસમાં જ મોટી સંખ્યામાં પોપટના મોતને લઈને ખુલાસો થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 કિમી દૂર બડવાહમાં આ ઘટના બની છે. નર્મદા નદી ઉપર બનેલા એક્વાડક્ટ પુલ નજીક છેલ્લા 3 દિવસમાં લગભગ 150 પોપટના મોત થતા ખળભળાટ મચી ગયો છે. 100થી વધારે પોપટના મોત બાદ મૃતદેહના પીએમ બાદ પશુ ચિકિત્સરોએ સ્પષ્ટ કર્યું છે. તેમના મોત વર્ડ ફ્લૂથી નહીં પરંતુ ફુડ પોઈઝનીંગ અને ખોટા ભોજનને કારણે થયાં છે. છેલ્લા 71 કલાકમાં પુલ નજીક લગભગ 150 પોપટ મૃત હાલતમાં મળી આવ્યાં હતા. બચાવ કાર્યવાહી દરમિયાન કેટલાક પોપટ જીવીત હાલતમાં મળ્યાં હતા. પરંતુ ફુડ પોઈઝનની અસર એટલી ગંભીર હતી કે તેમના પણ મોત થયાં હતા.
પશુ ચિકિત્સા વિભાગના ઉપસંચાલક જીએસ સોલંકીએ જણાવ્યું હતું કે, આ મામલો બર્ડ ફ્લૂ કે સંકમણનો નથી પરંતુ ફુડ પોઈઝનનો લાગી રહ્યો છે. વિભાગ દ્વારા વિસેરા તપાસ માટે ભોપાલ અને જબલપુર લેબમાં મોકલ્યાં છે. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે.
આ પણ વાંચોઃ સુરતના કડોદરામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ 30.000ની લાંચ લેતા પકડાયો


