1. Home
  2. ગુજરાતી
  3. તેલંગાણામાં 2.5 લાખ કર્મીઓ ચુંટણીના કાર્યમાં લગાવશે ,વિશેષ પોલીસની 50 કંપનીઓ અને કેન્દ્રીય દળોની 375 કંપનીઓ સુરક્ષાનો મોરચો સંભાળશે 
તેલંગાણામાં 2.5 લાખ કર્મીઓ ચુંટણીના કાર્યમાં લગાવશે ,વિશેષ પોલીસની 50 કંપનીઓ અને કેન્દ્રીય દળોની 375 કંપનીઓ સુરક્ષાનો મોરચો સંભાળશે 

તેલંગાણામાં 2.5 લાખ કર્મીઓ ચુંટણીના કાર્યમાં લગાવશે ,વિશેષ પોલીસની 50 કંપનીઓ અને કેન્દ્રીય દળોની 375 કંપનીઓ સુરક્ષાનો મોરચો સંભાળશે 

0
Social Share

 

હૈદરાબાદ –  હવે તેલંગાણા વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે  30 નવેમ્બરે રાજ્યમાં મતદાન યોજાનાર છે જેને લઈને પ્રચારના છેલ્લા દિવસોમાં દરેક પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે . 

આવી સ્તિથિ માં ચુંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જાણકારી પ્રમાણે  ચુંટણીના કર્યો માટે 2.5 લાખથી વધુ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર તૈનાત કરવામાં આવશે.

આ સહિત  26,660 મતદારોએ ‘હોમ વોટિંગ’ સુવિધા દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. રાજ્યમાં 9 ઓક્ટોબરના રોજ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ત્યારથી કાયદા અમલીકરણ એજન્સીઓએ તેલંગાણામાં રૂ. 709 કરોડથી વધુ મૂલ્યની ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે, જેમાં સોનું, દારૂ, રોકડ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે જારી કરાયેલા 1,68,612 પોસ્ટલ બેલેટમાંથી 26 નવેમ્બર સુધી 96,526 મતદાન થયું હતું.તેમણે કહ્યું, “આ સિસ્ટમમાં ચોક્કસપણે 2.5 લાખથી ઓછા લોકો હશે નહીં. 

પોલીસ ટેનત કરવાને લઈને કહ્યું કે જ્યાં સુધી પોલીસની વાત છે તો તેલંગાણા પોલીસના 45,000 પોલીસ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત રહેશે. પાડોશી રાજ્યોમાંથી કુલ 23,500 હોમગાર્ડ જવાનોની માંગણી કરવામાં આવી હતી, એકાદ-બે દિવસમાં અહીં પહોંચે તેવી અપેક્ષા છે.”  રાજ્યની વિશેષ પોલીસની 50 કંપનીઓ અને કેન્દ્રીય દળોની 375 કંપનીઓ મતદાન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code