1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાનમાં તાલિબાનના આંતક વચ્ચે અમેરિકાના 3 હજાર સૈનિક કાબુલ પહોંચ્યા, બ્રિટનની સૈના પણ આવશે મદદે
અફઘાનિસ્તાનમાં તાલિબાનના આંતક વચ્ચે અમેરિકાના 3 હજાર સૈનિક કાબુલ પહોંચ્યા, બ્રિટનની સૈના પણ આવશે મદદે

અફઘાનિસ્તાનમાં તાલિબાનના આંતક વચ્ચે અમેરિકાના 3 હજાર સૈનિક કાબુલ પહોંચ્યા, બ્રિટનની સૈના પણ આવશે મદદે

0
Social Share
  •  અમેરિકા આવ્યું અફઘાનની મદદે
  • 3 હજારથી વધુ સેનિકો કાબુલ પહોંચ્યા
  • બ્રિટનના સેનિકો પણ અફઘાનની કરશે મદદ

દિલ્હીઃ-તાલિબાને અફઘાનિસ્તામાં આતંક ફેલાવ્યો છે,સતત તાલિબાન અફઘાનના વિસ્તારો કબજે કરી રહ્યું છે, ત્યારે અમેરિકા અને બ્રિટન જેવા દેશની સેના અફઘાનની મદદે પહોંચી છે,જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્ર એ શુક્રવારે કાબુલ એરપોર્ટ પર 3 હજારથી વધુ સૈનિકો ખસેડ્યા હતા જેથી ત્યાંના અમેરિકી દૂતાવાસમાંથી અધિકારીઓને બહાર કાઢવામાં મોટી મદદ મળી શકે,

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી તાલિબાનોએ અફઘાનિસ્તાનને પોતાના સંકાજામાં જકડી લીધી છે,આવી સ્થિતિમાં અમેરિકાથી હજારો સૈનિકો મદદે મોકલવામાં આવ્યા છે, અમેરિકી અધિકારીઓ અને કર્મચારીઓના સલામત સ્થળાંતર માટે સૈનિકોની સ્થાયિ તૈનાતીથી સંકેત મળે છે કે તાલિબાન વધુને વધુ દેશના મોટા ભાગો પર કબજો કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ,તાલિબાને શુક્રવારે અફઘાનિસ્તાનના દક્ષિણ ભાગ પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું, જ્યાં તેણે ચારથી વધુ પ્રાંતોની રાજધાનીઓ પર કબ્જો કર્યો હતો,અમેરિકી સૈનિકોની સંપૂર્ણ વાપસીના થોડા અઠવાડિયા પહેલા તાલિબાન ધીમે ધીમે કાબુલ તરફ આગળ વધી રહ્યું છે.

અફઘાનિસ્તાનને છેલ્લો મોટો ફટકો હેલમંડ પ્રાંતની રાજધાની પર તાલિબાનોએ કબ્જો કરતા પડ્યો હતો, જ્યાં યુએસ, બ્રિટિશ અને અન્ય ગઠબંધન નાટો સાથીઓએ છેલ્લા બે દાયકાઓમાં ભીષણ લડાઈ લડી છે. આ પ્રાંતમાં તાલિબાનનો નાશ કરવાના પ્રયાસોમાં સંઘર્ષ દરમિયાન સેંકડો પશ્ચિમી સૈનિકો પણ માર્યા ગયા હતા. તેનો હેતુ અફઘાનિસ્તાનની કેન્દ્ર સરકાર અને સેનાને નિયંત્રણની સારી તક આપવાનો હતો.

આ સમગ્ર બાબતને લઈને અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે દૂતાવાસ કાર્ય કરતુ રહેશે, પરંતુ ગુરુવારે હજારો વધારાના અમેરિકી સૈનિકો મોકલવાનો નિર્ણય એ સંકેત છે કે તાલિબાનના વર્ચસ્વને રોકવા માટે અફઘાન સરકારની ક્ષમતાને લઈને હવે અમેરિકાનો વિશ્વાસ ઘટી રહ્યો છે. આ મહિનાના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાં વધુ અમેરિકી સૈનિકોને મોકલવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓની પણ સલાહ સુચનો લીધા હતા ત્યાર બાદ આ નિર્ણયને પાર પાડ્યો હતો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code