
લદ્દાખના કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ
- લદ્દાખમાં ભૂકંપના આંચકા
- 4.2 ની નોંધાઈ તીવ્રતા
- કોઈ નુકશાન કે જાનહાનિ નહીં
શ્રીનગર : લદ્દાખના કારગિલમાં સોમવારે સવારે 9:16 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જોકે, અત્યાર સુધી કોઇપણ પ્રકારના જાન -માલના નુકસાનના સમાચાર આવ્યા નથી.
છેલ્લા કેટલાક મહિનાઓથી લેહ- લદ્દાખમાં ભૂકંપના આંચકા સતત અનુભવાયા છે. અગાઉ 25 માર્ચે પણ અહીં ભૂકંપ આવ્યો હતો. જેની તેની તીવ્રતા 3.5 હતી. માર્ચ પહેલા અહીં ગયા વર્ષે 27 સપ્ટેમ્બરે અને ફરીથી 6 ઓક્ટોબરના રોજ આંચકા અનુભવાયા હતા. સપ્ટેમ્બરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.7 અને ઓક્ટોબરમાં 5.1 હતી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.