ઓડિશામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 6 માઓવાદીઓ ઠાર મરાયાં
ભુવનેશ્વર 25 ડિસેમ્બર 2025: Clash between police and Maoists ઓડિશાના કંધમાલ જિલ્લાના બેલઘર પોલીસ સ્ટેશન નજીક ગુમ્મા જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું, જેમાં બે મહિલા સહિત 6 માઓવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા બે નક્સલીઓના માથા પર કુલ 1.1 કરોડ રૂપિયાનું ઈનામ હતું.
બેલઘર પોલીસ સ્ટેશન હદ હેઠળના ગુમ્મા જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં બે મહિલા સહિત ચાર માઓવાદીઓ માર્યા ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બે પુરુષ નક્સલીઓની ઓળખ સીપીઆઈ (માઓવાદી) વિસ્તાર સમિતિના સભ્ય બારી ઉર્ફે રાકેશ અને દલમ સભ્ય અમૃત તરીકે થઈ છે, બંને છત્તીસગઢના રહેવાસી છે. તેમણે કહ્યું કે બંને પર કુલ 1.1 કરોડ રૂપિયાનું ઇનામ હતું.
તેમણે કહ્યું કે સવારે, એન્કાઉન્ટર સ્થળ નજીક બીજી બે મહિલા કેડરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ હજુ સુધી થઈ નથી.
વધુ વાંચો: ભારતે 3500 કિમીની સ્ટ્રાઈક રેન્જ ધરાવતી K-4 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓડિશા પોલીસના SOG ની એક નાની મોબાઇલ ટીમે જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારે તેમનો સામનો માઓવાદીઓ સાથે થયો.
તેમણે કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન બંને બાજુથી ભારે ગોળીબાર થયો હતો, જેમાં માઓવાદીઓ માર્યા ગયા હતા. બે પુરુષ કેડરના મૃતદેહ તાત્કાલિક મળી આવ્યા હતા, જ્યારે બીજી બે મહિલા નક્સલીનો મૃતદેહ થોડા દૂરથી મળી આવ્યો હતો.
આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળો તરફથી કોઈ જાનહાનિ થઈ નથી, અને વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. પડોશી મલકાનગિરી જિલ્લામાં ઓડિશાના ડીજીપી વાયબી ખુરાના સમક્ષ 22 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યાના એક દિવસ પછી આ એન્કાઉન્ટર થયું.
વધુ વાંચો: સુરતમાં મહિલાએ 5 વર્ષીય પૂત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી, પૂત્રનું મોત, મહિલા ગંભીર


