1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહેસાણામાં કુરિયરની ઓફિસમાં તોડફોડ કરીને 4 શખસ IELTSના પેપરો લૂંટી ગયા
મહેસાણામાં કુરિયરની ઓફિસમાં તોડફોડ કરીને 4 શખસ IELTSના પેપરો લૂંટી ગયા

મહેસાણામાં કુરિયરની ઓફિસમાં તોડફોડ કરીને 4 શખસ IELTSના પેપરો લૂંટી ગયા

0
Social Share

મહેસાણાઃ શહેરમાં કુરિયરની ઓફિસમાં તોડફોડ કરીને IELTSના પેપરોની લૂંટ કરાનો બનાવ બન્યો હતો. ઉત્તર ગુજરાતમાં વિદેશનો ક્રેઝ સૌથી વધારે જોવા મળે છે, તેમાં પણ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ લોકો વિદેશમાં સ્થાયી છે અથવા તો એજ્યુકેશન અર્થે જતા હોય છે. ત્યારે  વિદેશમાં ભણવા જવા માટેની IELTSના પેપરોની લૂંટ કરવાનો બનાવ બન્યો હતો. મહેસાણા શહેરમાં રાત્રી દરમિયાન કારમાં સવાર કેટલાક ઈસમોએ માલગોડાઉન રોડ પર આવેલી કુરિયરની ઓફિસમાં તોડફોડ કરી પેપરની ત્રણ બેગો લૂંટી ફરાર થયા હતા. જેથી સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા શહેરમાં આવેલા માલગોડાઉન રોડ પરના સરદાર પટેલ સંકુલ કોમ્પલેક્ષમાં આવેલી બ્લ્યુ ડાર્ટ કુરિયર નામની ઓફિસમાં ગત રાત્રે 9 કલાકે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. એ દરમિયાન એક સફેદ સ્કોર્પિયોમાં ચાર જેટલા ઈસમો ઓફિસ આગળ આવી ઊભા રહ્યા હતા. કારમાંથી ત્રણ ઈસમોએ ધોકા અને લોખંડની રોડ લઈને સીધા ઓફિસમાં ઘુસી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. જેમાં ઓફિસમાં મુકેલા કોમ્પ્યુટર, ટીવી સહિતની ચીજ વસ્તુઓમાં તોડફોડ કરી હતી. બાદમાં બે ઈસમોએ ઓફિસમાં જ્યાં કુરિયર મુકવામાં આવે છે ત્યાં જઈને IELTSના 3 પેપર બેગ ઉઠાવી ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા. એ દરમિયાન કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કરતા તેમને માર મારી ઘાયલ કર્યા હતા.

સમગ્ર મામલે કારમાં લૂંટ કરવા આવેલા ચાર ઈસમો 25થી 30ની ઉંમરના હતા. ત્યારે લૂંટ કરી કારમાં બેસી શખસો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ મહેસાણા બી ડીવીઝન પોલીસને થતા પોલીસ દોડી આવી હતી. પોલીસે સમગ્ર મામલે હાલમાં ફરિયાદ નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. હાલમાં રાત્રી દરમિયાન પોલીસે ટોલનાકાના સીસીટીવીની પણ તપાસ કરી હતી અને જ્યાં લૂંટ થઈ એની આસપાસના પણ સીસીટીવી તપાસ્યા હતા. હાલમાં પોલીસની 3 ટીમો આરોપીઓને શોધવા કામે લાગી છે. તેમજ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને મહેસાણા બી ડીવીઝન પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code