1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં 6 કંપનીઓ બનાવશે સ્પુતનિક-વીની વેક્સિનઃ- લિબરલ ફંડ આપવાની પણ યોજનાઃ- સંબિત પાત્રા
દેશમાં 6 કંપનીઓ બનાવશે સ્પુતનિક-વીની વેક્સિનઃ- લિબરલ ફંડ આપવાની પણ યોજનાઃ- સંબિત પાત્રા

દેશમાં 6 કંપનીઓ બનાવશે સ્પુતનિક-વીની વેક્સિનઃ- લિબરલ ફંડ આપવાની પણ યોજનાઃ- સંબિત પાત્રા

0
Social Share
  • દેશમાં 6 કંપનીઓ બનાવશે સ્પુતનિકની વેક્સિન
  • સંબિત પાત્રાએ આપી માહિતી
  • કેન્દ્ર વેક્સિનનું ઉત્પાદન વધારવાની તૈયારીમાં
  • બહાર દેશથી પણ વેક્સિન મંગાવવામાં આવી રહી છે

દિલ્હીઃ- કેન્દ્ર સરકાર ભારતમાં કોરોના વેક્સિનની અછતને પહોંચી વળવા સતત કાર્ય કરી રહી છે. દેશમાં હજી સુધી માત્ર બે કંપનીઓ પાસે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોએનટેકની કોવેક્સિન, પરંતુ વેક્સિનના પુરવઠાની માંગ સાથે તે અનુરૂપ નથી. જેના કારણે દેશભરમાં રસીકરણ અભિયાનો પ્રભાવિત થઈ રહ્યા છે.

આ સમગ્ર પરિસ્થિતિનેજોતા કેન્દ્ર સરકાર વિદેશથી વેક્સિન આયાત કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં, ભારત અને રશિયા વચ્ચે વેક્સિનને લઈને સોદો થયો હતો. ત્યાર બાદ રશિયાએ સ્પુતનિક રસીનું વચન આપ્યું હતું. સ્પુટનિક રસીના ડોઝ ભારતમાં પહોંચવા લાગ્યા છે. આવતા મહિનાથી ભારતીયોને રશિયાની સ્પુતનિક આપવાની કવાયત હાથ ધરવામાં આવશે.

ગુરુવારના રોજ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સ્પુતનિક વેક્સિન અંગે સરકારનું વલણ રજૂ કર્યું હતું. પાત્રાએ જણાવ્યું હતું કે સ્પુતનિક  વેક્સિનનું ભારતમાં ઉત્પાદ થશે તે આ 6 કંપનીઓ દ્રારા બનાવવામાં આવશએ, પાત્રાએ કહ્યું કે, કોવિડ સુરક્ષા યોજના હેઠળ કેટલીક વધુ કંપનીઓને લિબરલ ફંડિંગ આપીને, ભારત સરકારે રસી ઉત્પાદનમાં વધારો કરવાનો પ્રયાસ કર્યો છે.

સંબિત પાત્રાએ વેક્સિન મામલે વધુમાં કહ્યું કે સરકારની વાટાઘાટોનું પરિણામ એ આવ્યું કે રશિયાની સ્પુતનિક રસી ભારત લાવવામાં આવી હતી અને ડો,રેડ્ડી લેબ સાથે તેનું ઉત્પાદન ભારતમાં કેવી રીતે વધારવામાં આવશે, હવે તે ટેકનોલોજી પણ ભારત લાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત બાયોટેકનું પોતાનું લાઇસન્સ છે.

કેન્દ્ર સરકારે નક્કી કર્યું હતું કે, ભારત બાયોટેક તેનું લાઇસન્સ વધુ ત્રણ કંપનીઓ સાથે ભાગીદારી કરશે, જેથી તેઓ સહ-રસીનું ઉત્પાદન પણ શરૂ કરી શકે. ભારત બાયોટેક હાલમાં દર મહિને આશરે 10 કરોડ રસીના ડોઝ બનાવે છે, તે ઓક્ટોબર સુધીમાં દર મહિને 10 કરોડ રસી બનાવવાનું શરૂ કરશે.

ભાજપના પ્રવક્તાએ કહ્યું કે વિશ્વની અન્ય કોઈ કંપની કે દેશમાં આ જોવા મળતું નથી. રસીનું ઉત્પાદન ભારતમાં સ્પુટનિક દ્વારા કરવામાં આવશે, જે 6 કંપનીઓ દ્વારા કરવામાં આવશે. ભારત સરકારે કોવિડ સુરક્ષા યોજના હેઠળ કેટલીક વધુ કંપનીઓને લિબરલ ફંડ આપીને રસી ઉત્પાદન વધારવાનો પ્રયાસ કર્યો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code