1. Home
  2. ગુજરાતી
  3. કોલંબિયામાં સૈન્ય વિમાન તૂટી પડતા 66 લોકોના મોત
કોલંબિયામાં સૈન્ય વિમાન તૂટી પડતા 66 લોકોના મોત

કોલંબિયામાં સૈન્ય વિમાન તૂટી પડતા 66 લોકોના મોત

0
Social Share

ન્યૂયોર્ક, 24 માર્ચ 2026: દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં એક અત્યંત દુખદ અને મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. દેશનું એક સૈન્ય વિમાન અચાનક તૂટી પડતા તેમાં સવાર તમામ 66 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સૈન્ય વિમાન પહાડી અને દુર્ગમ વિસ્તારમાં તૂટી પડ્યું હતું, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને સેનાની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યારે કાટમાળ નીચે દબાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.

વિમાન દુર્ઘટના પાછળ ખરાબ હવામાન જવાબદાર છે કે કોઈ ટેકનિકલ ખામી, તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સત્તાવાર પુષ્ટિ: કોલંબિયાના સંરક્ષણ મંત્રાલયે આ દુર્ઘટનામાં થયેલી જાનહાનિની પુષ્ટિ કરી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ અકસ્માત કોલંબિયાના સૈન્ય ઇતિહાસની સૌથી મોટી હવાઈ હોનારતોમાંની એક માનવામાં આવી રહી છે.

વધુ વાંચો: દક્ષિણ ભારતમાં ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code