
વધુ મોબાઈલ અને લેપટોપ વાપરાનારા 80 ટકા લોકો આ બીમારીનો થઈ રહ્યા છે શિકાર- સંશોધનમાં થયો ખુલાસો
- લેપટોપ અને મોબાઈલનો વધુ ઉપયોગ હાનિકારક
- રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
આજકાલ સૌ કોઈ મોબાઈલનો ઉપયોગ જરુર કરતા વધારે કરી રહ્યું છે તો સાથે ઓફીસ કામ કરતા લોકો પણ લેપટોપનો વધુ ઉપયોગ કરી રહ્યા છે આવી સ્થિતિમાં મોબાઈલનો વધુ ઉપયોગ કરતા લગભગ 80 ટકા લોકો ન્યુરલજીયાનો શિકાર બન્યા છે.
જીએસવીએમ મેડિકલ કોલેજના ઓર્થોપેડિક અને એનેસ્થેસિયા વિભાગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. સંશોધનમાં, 170 દર્દીઓને લેવામાં આવ્યા હતા, જેમાં 13 થી 17 વર્ષની વયના કિશોરો અને 22 થી 49 વર્ષના યુવાનોનો સમાવેશ થાય છે. આવા દર્દીઓના હાથ અને કોણીમાં અસહ્ય દુખાવાની ફરિયાદો હતી.
કોરોનાના મહામારી દરમિયાન છેલ્લા બે વર્ષથી લેપટોપ અને મોબાઈલનો ઉપયોગ લગભગ દસ ગણો વધી ગયો છે. ઘરેથી કામ કરવાનો ટ્રેન્ડ પણ ઘણો વધી ગયો છે. તેનો વધુ પડતો ઉપયોગ કરનારાઓની ગરદનથી કોણી-પગ સુધી દુખાવો વગેરે જેવી ફરીયાદમાં પમ વધારો થયો છે..આવી સમસ્યાઓને લઈને મોટી સંખ્યામાં લોકો ડોક્ટરો સુધી પહોંચવા લાગ્યા, ત્યારબાદ ડોક્ટરોએ સંશોધન શરૂ કર્યું.
આવા દર્દીઓને અગાઉ પેઈન કિલર અને અન્ય દવાઓ આપવામાં આવતી હતી. આમ છતાં એક મહિના સુધી દર્દનો અંત આવ્યો ન હતો. તમામના એમઆરઆઈ અને સીટી સ્કેન કરવામાં આવ્યા હતા અને જાણવા મળ્યું હતું કે મોબાઈલ અને લેપટોપમાં કામના કલાકોને કારણે ગરદનના ડિસ્ક બલ્જને કારણે વિવિધ ચેતા માર્ગો પર દબાણ જોવા મળ્યું હતું
આપણે જાણીએ છીએ કે મોબાઈલનો વધુ ઉપયોગ કરતા લોકોના ખભા અને કોણીના દુખાવાનો ગ્રાફ દરરોજ વધી રહ્યો છે. ન્યુરોલોજીકલ રોગ 80 ટકામાં નોંધાયો હતો. ડોકટરોના કહેવા પ્રમાણે જ્યારે પોસ્ચર બદલવા અને મોબાઈલ-લેપટોપના ઉપયોગ પર કેટલાક પ્રતિબંધો હતા ત્યારે નસોનું લોકેશન પણ બરાબર હોવાનું જણાયું હતું.આ સાથે જ આંખોમાં બળતરા થવી, આંખો લાલ થવી, હાથ પગ દુખવા , વજન વધવું જેનવી અનેક સમસ્યાઓ સામે આવી રહી છે.