1. Home
  2. ગુજરાતી
  3. 83 તેજસ ફાઈટર જેટ્સનો સોદો રદ્દ કરવાની તૈયારીમાં છે ઈન્ડિયન એરફોર્સ
83 તેજસ ફાઈટર જેટ્સનો સોદો રદ્દ કરવાની તૈયારીમાં છે ઈન્ડિયન એરફોર્સ

83 તેજસ ફાઈટર જેટ્સનો સોદો રદ્દ કરવાની તૈયારીમાં છે ઈન્ડિયન એરફોર્સ

0
Social Share

સરકારી ક્ષેત્રની કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના નિર્માણમાં થઈ રહેલા વિલંબને કારણે ભારતીય વાયુસેના મોટું પગલું ઉઠાવવાની છે. વાયુસેનાએ સંરક્ષણ મંત્રાલયને પત્ર લખ્યો છે કે 83 યુદ્ધવિમાનોની આપૂર્તિના પ્રસ્તાવને લઈને એચએએલ દ્વારા ટેન્ડરની શરતો પૂર્ણ કરવામાં આવી નથી.

વાયુસેનાએ પોતાના પત્રમાં એચએએલના રિક્વેસ્ટ ફોર પ્રપોજલમાં ત્રણ મોટી ઉણપોને ગણાવતા સંરક્ષણ મંત્રાલયને આના સંદર્ભે યોગ્ય પગલા ઉઠાવવાનું જણાવ્યું છે. સંરક્ષણ મંત્રાલયના એક પ્રવક્તાનું કહેવું છે કે આ સીધેસીધી સોદો રદ્દ કરવાની ભલામણ છે.

ભારતીય વાયુસેનાએ જૂના પડી ચુકેલા મિગ-21 અને મિગ-27 યુદ્ધવિમાનોની સ્ક્વોર્ડનને બદલવા માટે 40 એલસીએ જેટ વિમાનોની ખરીદીનો ઓર્ડર આપ્યો હતો. તેની સાથે જ 83 માર્ક-વન-એ એલસીએ માટે ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ એચએએલને ડિસેમ્બર-2017માં ટેન્ડર (સિંગલ વેન્ડર ટેન્ડર) જાહેર કર્યું હતું. તેના પ્રમાણે એચએએલ દ્વારા માર્ચ-2018માં યોજનાની રિક્વેસ્ટ ફોર પ્રપોજલ હેઠળ તકનીકી અને આર્થિક પ્રપોઝલ વાયુસેનાને સોંપવામાં આવી હતી. વાયુસેનાના અધિકારીઓ મુજબ, આ આરએફપીમાં ત્રણ મોટી ઉણપો હતી. સરકારી ક્ષેત્રની આ કંપનીએ પ્રતિ યુદ્ધવિમાને જે કિંમત જણાવી હતી, તે આજની તારીખમાં મોંઘા પડવા લાગ્યા છે.

એચએએલનો પ્રસ્તાવ સોંપવાથી 12 માસની વૈદ્યતાના આધારે કિંમતનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે નિયમ પ્રમાણે કિંતના પ્રસ્તાવની વૈદ્યતા 18 માસની હોય છે. તેની સાથે વાયુસેનાએ જે તકનીકી જરૂરિયાતો જણાવી હતી, તેના પ્રમાણે કોઈ ચર્ચા થઈ ન હતી. કેટલાક માસ પહેલા વાયુસેનાના કમાન્ડરોએ તકનીકી સમાધાન સાથે દસ્તાવેજો માંગ્યા હતા.

એચએએલ દ્વારા બે જવાબ મળ્યા હતા, પરંતુ તેઓ જરૂરિયાતો મુજબ ન હતા. યુદ્ધવિમાનોને યુદ્ધના મોરચા પર ઉડ્ડયન લાયક બનાવવાની સ્થિતિમાં આપૂર્તિ કરવાની સમયમર્યાદા ઘણી લંબાવાઈ હતી. 16 જાન્યુઆરીએ એચએએલ દ્વારા વધુ એક જવાબ મોકલવામાં આવ્યો હતો. તેના ઉપર ટેક્નિકલ ઈવેલ્યુએશન કમિટી સંમત થઈ નથી. તેવામાં સંરક્ષણ ખરીદ પરિષદને આ સોદા સંદર્ભે પ્રસ્તાવ મોકલવાની યોજના પણ અધરમાં જ રહી ગઈ છે.

વાયુસેનાના અધિકારીઓનું કહેવું છે કે તેજસ યુદ્ધવિમાન કાર્યક્રમ એક વર્ષથી વધારે વિલંબિત થઈ ચુક્યો છે. સંરક્ષણ ખરીદ પરિષદે નવેમ્બર-2016માં જ પચાસ હજાર કરોડ રૂપિયાના સોદા પર મ્હોર લગાવી દીધી હતી. અધિકારીઓનું કહેવું છે કે સંરક્ષણ મંત્રાલયે આ યોજનાને લઈને એક વર્ષથી વધુ સમય સુધી એચએએલના અધિકારીઓને વાત કરી હતી. પરંતુ રસ્તો નીકળ્યો નથી. આપૂર્તિ અને ચુકવણીની શરતોને લઈને માર્ગ નીકળી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code