1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાકાળમાં ટ્વિટર પર મોખરે રહ્યું ‘9 વાગ્યે 9 મિનિટે’  – પીએમ મોદીના આ ટ્વિટ એ બનાવ્યો રેકોર્ડ
કોરોનાકાળમાં ટ્વિટર પર મોખરે રહ્યું ‘9 વાગ્યે 9 મિનિટે’  – પીએમ મોદીના આ ટ્વિટ એ બનાવ્યો રેકોર્ડ

કોરોનાકાળમાં ટ્વિટર પર મોખરે રહ્યું ‘9 વાગ્યે 9 મિનિટે’  – પીએમ મોદીના આ ટ્વિટ એ બનાવ્યો રેકોર્ડ

0
Social Share
  • કોરોનાકાળમાં ટ્વિટર પર મોખરે રહ્યું ‘9 વાગ્યે 9 મિનિટે’
  •   પીએમ મોદીના આ ટ્વિટ એ બનાવ્યો રેકોર્ડ

પીએમ મોદી દરેક સંકની સ્થિતિમાં દેશની જનતાને સંબોધતા રહે છે, અને તેઓ ટ્વિટરના માધ્યમથી દેશવાસીઓ સાથે હંમેશા જોડાયેલા રહે છે,કોરોના સંકટના સમયે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક ખાસ અપીલ કરી હતી, જેમાં એપ્રિલ મહિનામાં કોરોના વોરિયર્સને સમાલ કરવા માટે તેમના સમ્માનમાં રાત્રીના 9 વાગ્યે 9 મિનિટે દિવાઓ પ્રગટાવવા અથવા તો પોતાના મોબાઈલની ટોર્ચ ઓન કરવા માટેની અપીલ કરી હતી, તેમણે પોતે પણ આ અવસરનો ફોટો પોતાનાન ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો ત્યારે હવે આટલા મહિના પછી આ ટ્વિટ એ રેકોર્ડ બનાવ્યો છે.

વર્ષ 2020 હવે પુરુ થવાને રે છે,તેવા સમયે હવે ટ્વિટર દ્રારા સમગ્ર વર્ષ દરમિયાનના ખાસ ટ્વિટને બતાવવામાં આવી રહ્યું છે, ટ્વિટર તરફથી સૌથી વધુ રિટ્વિટ જુદા જુદા ક્ષેત્રના ટ્વિટ વિશે બતાવવામાં આવ્યું છે.

માર્ચ મહિનામાં લસમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યાર પછી એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી હતી કે, 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે 9 મિનિટે પોતાના ઘરની લાઈટ બંધ કરીને દિવાઓ પ્રગટાવજો.

પીએમ મોદીએ જાતે જ તેમના નિવાસસ્થાન પર દીવો પ્રગટાવતી એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં પીએમ મોદીએ લખ્યું છે કે, શુભમ કરોતિ કલ્યાણમારોગ્ય ધનસંપદા, શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિરનમસ્તુતે. આ ટ્વીટે હવે ઇતિહાસ રચ્યો છે, પીએમ મોદીના ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ છે અને તેઓ દેશના નંબર 1 નેતાઓ તરિકે ટ્વિટર પર ઓળખાયા છે.

સાહિન-

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code